ગુડ ન્યુઝ : SC પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓના પેન્શનમાં કરશે બમ્પર વધારો

03 April, 2019 12:28 PM IST  | 

ગુડ ન્યુઝ : SC પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓના પેન્શનમાં કરશે બમ્પર વધારો

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે પેન્શનમાં બમ્પર વધારા માટે માર્ગ મોકળો કરી દીધો છે. તેનાથી પેન્શનમાં ૧૦૦ ટકા જેટલો વધારો થઇ જશે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ ઇપીએફઓ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટે ઇપીએફઓને એવો આદેશ કર્યો હતો કે તે નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને તેમના પૂરા પગારના આધારે પેન્શન આપે.

હાલ ઇપીએફઓ માત્ર રૂ.૧પ,૦૦૦ની પગાર મર્યાદાના આધારે પોતાના ફાળાની ગણતરી કરીને પેન્શન આપે છે. જોકે સુપ્રીમના આદેશ પ્રમાણે પેન્શન આપવાથી પીએફ ફંડમાં ઘટાડો થશે, કારણ કે હવે તેનો મોટા ભાગનો ફાળો પીએફના સ્થાને ઇપીએસ ફંડમાં જશે, પરંતુ નવા નિયમથી પેન્શનમાં એટલો વધારો થઇ જશે કે પીએફના કારણે જે ગેપ ભો થશે તે ભરાઇ જશે.

ઇપીએફની શરૂઆત ૧૯૯પમાં કરવામાં આવી હતી ત્યારે કર્મચારીના પગારના મહત્તમ વાર્ષિક રૂ.૬પ૦૦ (તિમાસ રૂ.પ૪૧)ના ૮.૩૩ ટકા જ ઇપીએસમાં જમા થઇ શકતા હતા. માર્ચ-૧૯૯૬માં આ નિયમમાં ફેરફાર થયો હતો અને જો કર્મચારી પૂરા પગારની ગણતરીથી સ્કીમમાં ફાળો આપવા ઇચ્છતા હોય અને માલિક જો તે માટે તૈયાર હોય તો તેને તે ગણતરીએ પેન્શન મળવું જોઇએ. ત્યારબાદ ર૦૧૪માં ઇપીએફઓના નિયમોમાં ફરી ફેરફાર કરવામાં આવ્યો હતો.

હવે મહત્તમ રૂ.૧પ,૦૦૦ના ૮.૩૩ ટકા ફાળાને મંજૂરી મળી ઇ છે. સાથે-સાથે એ પણ નિયમ લાવવામાં આવ્યો છે કે જો કોઇ કર્મચારી ફુલ સેલરી પર પેન્શન ઇચ્છે તો તેના પેન્શનવાળા પગારની છેલ્લાં પાંચ વર્ષના પગારની ગણતરીથી પેન્શન નક્કી થવું જોઇએ.

આ પણ વાંચો : કોંગ્રેસના ઘોષણાપત્ર પર બોલ્યા અરૂણ જેટલી, કહ્યું એવો એજંડા છે જે કરશે દેશનો તોડવાનું કામ

આ અંગે ફરી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કેરળ હાઇકોર્ટે ૧ સપ્ટેમ્બર, ર૦૧૪થી થયેલા બદલાવને રદ કરીને જૂની સિસ્ટમ લાગુ પાડી દીધી હતી. તેની સામે ઇપીએફઓ સુપ્રીમમાં ગઇ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દેતાં હવે ખાનગી કર્મચારીઓના પેન્શનમાં જંગી વધારા માટે માર્ગ મોકળો થઇ ગયો છે.

supreme court national news