ટિક ટોક પર બેન મુકવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર, 22 એપ્રિલે સુનાવણી

15 April, 2019 08:58 PM IST  | 

ટિક ટોક પર બેન મુકવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર, 22 એપ્રિલે સુનાવણી

બેન મુકવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર

ટિક ટોક એપ પર બેનના મદ્રાસ હાઈકોર્ટમાં આદેશ પર રોક લગાવવા પર સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે અને આ આગળની સુનાવણી 22 એપ્રિલ થશે. ઉલ્લેખનીય છે કે, મદ્રાસ હાઈકોર્ટ પર બેન મુકવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારના નિર્દેશ આપવામાં આવ્યા હતા દેશમાં ટિક ટોક એપના ડાઉનલોડ પર પ્રતિબંધ લગાવવામાં આવે કેમકે તેની પર અશ્લીલ કંટેટનો પ્રચાર કરે છે. કોર્ટમાં મીડિયાને પણ આદેશ કર્યો હતો કે તે આ એપના કોઈ પણ વીડિયોનું પ્રસારણ ના કરે .

સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુકવાના ટ્રેંડમાં tik tokએ પોતાનુ આગવુ સ્થાન બનાવી લીધુ છે. ભારતમાં દર મહિને 54 મિલિયન એક્ટીવ યૂઝર્સ જોવા મળે છે. લોકો ફેમસ ડાયલોગ્સ અને ગીતોની લિપ્સિંગ કરીને શૅર કરતા જોવા મળી રહ્યા છે એકતરફ tik tokને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ એપની સામે મદુરાના વરિષ્ઠ વકીલ મુધુ કુમારે અરજી દાખલ કરી હતી જેમા કહ્યું હતું કે ટિક ટોકમાં અશ્લીલ વીડિયો શૅક કરવામાં આવી રહ્યા છે અને સાંસ્કૃતિક પતન પણ થઈ રહ્યું છે.

 

આ પણ વાંચો: PUB G બાદ હવે Tik Tok પર બેન મુકવા આદેશ

 

આ અરજીના પરિણામે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તેની પર બેન કરવા માટે આદેશ આપ્યો હતો. ચાઈનીઝ વીડિયો એપ tik tokમાં બનતા વાંધાજનક વીડિયોના કારણે તેની પર બેન મુકવાનો નિર્ણય કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે ટિક ટોક પર બેન કરવા ઈનકાર કર્યો છે અને આ વિશે આગળની સુનાવણી 22 એપ્રિલે થશે.