PUB G બાદ હવે Tik Tok પર બેન મુકવા આદેશ

મુંબઈ | Apr 06, 2019, 21:45 IST

એકતરફ tik tokને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઘણા લોકો તેને નાપસંદ પણ કરી રહ્યા છે જેના કારણે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તેની પર બેન કરવા માટે આદેશ આપ્યો છે.

PUB G બાદ હવે Tik Tok પર બેન મુકવા આદેશ
Tik Tok પર બેન મુકવા આદેશ

સોશિયલ મીડિયામા સ્ટેટસ મુકવાના ટ્રેંડમાં tik tokએ પોતાનુ આગવુ સ્થાન બનાવી લીધુ છે. લોકો ફેમસ ડાયલોગ્સ અને ગીતોની લિપ્સિંગ કરીને શૅર કરતા જોવા મળી રહ્યા છે એકતરફ tik tokને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઘણા લોકો તેને નાપસંદ પણ કરી રહ્યા છે જેના કારણે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તેની પર બેન કરવા માટે આદેશ આપ્યો છે. ચાઈનીઝ વીડિયો એપ tik tokમાં બનતા વાંધાજનક વીડિયોના કારણે તેની પર બેન મુકવાનો નિર્ણય કર્યો છે.

tik tokને બેન કરવા આપવામાં આવેલી અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું હતું કે, આ ચાઇનીઝ વીડિયો એપ ટિકટૉકમાં વાંધાજનક કંટેન્ટને પ્રોત્સાહન આપે છે. બાળકો ટિકટૉકનો ઉપયોગ કરે છે, જેના કારણે તે યૌન શિકારીઓના સંપર્કમાં સરળતાથી આવી શકે છે. કોર્ટે કહ્યું કે આપત્તિજનક કંટેન્ટના કારણે ટિકટૉકનો ઉપયોગ જોખમી નીવડી શકે છે.' મદ્રાસ હાઈકોર્ટ દ્વારા tik tok પર બેન મુકવાનો નિર્ણય કર્યો છે.

 

આ પણ વાંચો: PUBG પર પ્રતિબંધઃ ટ્વિટર પર દેખાયો પ્લેયર્સનો ગુસ્સો, પૂછે છે સિગરેટ-દારૂ પર કેમ પ્રતિબંધ નહીં?

 

છેલ્લા ઘણા સમયથી pub g સામે સવાલ ઉઠતા તેની પર ઘણી જગ્યાએ બેન મુકવામાં આવ્યું છે હવે tik tok પર પણ બેન લાગી શકે છે. ટિકટૉક પર યૂઝર્સ નાના-નાના વીડિયો બનાવીને, વીડિયોને શેર કરે છે. ભારતમાં આ ટિકટૉક એપ લોકપ્રિય બની છે. એપ દ્વારા બોલિવૂડના ડાયલોગ, જોક્સ પર યૂઝર્સ વીડિયો બનાવે છે. એટલું જ નહીં યૂઝર્સ આ એપમાં લિપ-સિંગ કરીને જાણીતા સંગીત પર ડાન્સ કરીને વીડિયો બનાવે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK