સુપ્રીમનો દરેક વિધાનસભા ક્ષેત્રના પાંચ

09 April, 2019 11:35 AM IST  | 

સુપ્રીમનો દરેક વિધાનસભા ક્ષેત્રના પાંચ

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે લોકસભાની ચૂંટણીમાં EVM અને VVPAT ની સરખામણી પાંચ ગણી વધારી દીધી છે. કોર્ટે ચૂંટણીપંચને લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ વધારીને પાંચ બૂથોની VVPATની ચિઠ્ઠીઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટ કહ્યું કે, તે મતદાતાઓના વિશ્વાસ અને ચૂંટણી ક્રિયાની વિશ્વસનિયતાને ધ્યાનમાં રાખીને VVPATની તપાસના સેમ્પલ વધારી રહ્યાં છે. જ્યારે ચૂંટણી પંચે આ વિશે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ સ્વીકાર્ય છે અને આયોગ EVMમાં પડેલા મત અને VVPATની સરખામણીને લઇને સુપ્રિમ કોર્ટના આદેશનું ઝડપથી અનુપાલન કરશે.

અત્યાર સુધી ચૂંટણીપંચ ૪,૧૨૫ EVM-VVPATને સરખાવતું હતું પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વધીને ૨૦,૬૨૫ EVM-VVPATની સરખામણી થશે. અત્યાર સુધી ચૂંટણીપંચ દરેક વિધાનસભાની ચૂંટણીમાં બેઠકદીઠ એક મતદાન કેન્દ્રમાં અને લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા ક્ષેત્રના એક મતદાન કેન્દ્રની આ ક્રિયાનું પાલન કરતા હતા. પરંતુ કોર્ટના આદેશ બાદ દરેક વિધાનસભા ક્ષેત્રમાં એકની જગ્યાએ પાંચ બૂથો પર EVM-VVPAT સરખાવાશે.

આ પણ વાંચો : જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પછી આખરે બ્રિટન માફી માગવા તૈયાર

ચંદ્રબાબૂ નાયડૂ ઉપરાંત શરદ પવાર, કેસી વેણુગોપાલ ડેરેક ઓબ્રાયન, શરદ યાદવ, અખિલેશ યાદવ, સતીશચંદ્ર મિશ્રા, એમકે સ્ટાલિન, ટીકે રંગરાજન, મનોજકુમાર ઝા, ફારુખ અબ્દુલ્લા, એસએસ રેડ્ડી, કુમાર દાનિશ અલી, અજીત સિંહ, મોહમ્મદ બદરુદ્દીન અજમલ, જીતનરામ માંઝી, પ્રોફેસર અશોકકુમાર સિંહ અરજદારો છે.

supreme court Lok Sabha Election 2019 national news