SCએ નાગેશ્વર રાવને ઠેરવ્યા ગિલ્ટી ઑફ કન્ટેમ્પ્ટ, 1 લાખનો કર્યો દંડ

12 February, 2019 02:29 PM IST  | 

SCએ નાગેશ્વર રાવને ઠેરવ્યા ગિલ્ટી ઑફ કન્ટેમ્પ્ટ, 1 લાખનો કર્યો દંડ

નાગેશ્વર રાવ (ફાઇલ ફોટો)


સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર અને પૂર્વ ઇન્ટરિમ ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે ગિલ્ટી ઓફ કન્ટેમ્પ્ટ (અવમાનના દોષી) ઠેરવ્યા છે. કોર્ટે રાવને એક આખો દિવસ કોર્ટમાં એક ખૂણામાં બેસી રહેવાની સજા સંભળાવી છે. આ પહેલા સોમવારે થયેલી સુનાવણી દરમિયાન રાવે કોર્ટ પાસે કોઇપણ શરત વગર માફી માંગી અને કહ્યું કે તેમને તેમની ભૂલનો અહેસાસ છે. તેમનો ઇરાદો કોર્ટની અવહેલના કરવાનો જરાય ન હતો. સુપ્રીમ કોર્ટને રાવની આ દલીલથી સંતોષ થયો નહીં. કોર્ટે રાવને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. રાવની સાથે જ કોર્ટે કાયદાકીય સલાહ આપનારા અધિકારી ભાસુરનને પણ દોષી ઠેરવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોર્ટે ગત 7 ફેબ્રુઆરીના રોજ સ્ટે ઓર્ડર છતાં મુઝફ્ફરપુર સંરક્ષણ ગૃહ મામલાની તપાસ કરી રહેલા અધિકારી એકે શર્માની સીબીઆઇની બહાર ટ્રાન્સફર કરવા પર આ બંને અધિકારીઓને પ્રથમ દ્રષ્ટિએ અવમાનનાના જવાબદાર માન્યા હતા. બંનેને કોર્ટે 12 ફેબ્રુઆરીના રોજ હાજર થવા જણાવ્યું છે. આ બંને અધિકારીઓ ઉપરાંત કોર્ટે સીબીઆઇ ડાયરેક્ટરને તે તમામ બાકી અધિકારીઓના પણ નામ પૂછ્યા છે જે એકે શર્માની ટ્રાન્સફર પ્રક્રિયામાં સામેલ હતા, સાથે જ તે તમામ અધિકારીઓને પણ 12 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

નાગેશ્વર રાવે આઇપીએસ અધિકારી તરીકે સ્વચ્છ સર્વિસ રેકોર્ડનો હવાલો આપીને કહ્યું છે કે તેમણે જાણીજોઇને કોર્ટના આદેશની અવહેલના નથી કરી. તેઓ આમ કરવાનું સપનામાં પણ ન વિચારી શકે. રાવે કહ્યું છે કે તેમણે સુપ્રીમ કોર્ટના ગયા વર્ષે 31 ઓક્ટોબર અને 28 નવેમ્બરે આપેલા આદેશને ધ્યાનમાં રાખીને એકે શર્માને પ્રમોટ કરવા માટે સીબીઆઇમાંથી રિલીવ કરવાની કાયદાકીય સલાહ કોર્ટ પાસેથી મંજૂરી લીધા વગર સ્વીકારવી નહોતી જોઇતી. રાવે કહ્યું છે કે હું મારી ભૂલનો સ્વીકાર કરું છું અને કોર્ટ પાસે વિના શરતે માફી માંગું છું.

આ પણ વાંચો: શેલ્ટર હોમ કેસ: CBI અધિકારીઓને ઠપકો, તમે આદેશ તોડ્યો, ભગવાન જ બચાવે- SC

રાવ ઉપરાંત ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનનું કામ જોઈ રહેલા એડિશનલ લીગલ એડવાઈઝરે પણ કોર્ટ પાસે વિના શરત માફી માંગી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સંરક્ષણ ગૃહ યૌન ઉત્પીડન મામલાની તપાસ કરી રહેલા અધિકારી એકે શર્માની ટ્રાન્સફર નહીં કરવાના આદેશ આપ્યા હતા. તે છતાંપણ, આ જ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે નાગેશ્વર રાવ સીબીઆઇના ઇન્ટરિમ ડાયરેક્ટર હતા ત્યારે એકે શર્માની ટ્રાન્સફર સીબીઆઇમાંથી સીઆરપીએફના એડિશનલ ડીજી તરીકે તેમણે કરી દીધી હતી. આ વાતની જાણ ગત 7 ફેબ્રુઆરીએ જ્યારે કોર્ટને થઈ તો કોર્ટ નારાજ થઈ ગઈ અને તેણે અધિકારીઓને સમન મોકલી દીધા.

supreme court