સોનિયા ગાંધી બન્યાં વચગાળાનાં અધ્યક્ષ

11 August, 2019 09:39 AM IST  |  નવી દિલ્હી

સોનિયા ગાંધી બન્યાં વચગાળાનાં અધ્યક્ષ

સોનિયા ગાંધી

લોકસભાની કારમી હાર બાદ કૉંગ્રેસમાં પ્રમુખપદ માટે ચાલી રહેલી મથામણનો આખરે અંત આવ્યો છે. શનિવારે સાંજે પક્ષની મળેલી બેઠકમાં રાહુલ ગાંધીનું અધ્યક્ષપદનું રાજીનામું સ્વીકારી લેવાયા બાદ સર્વાનુમતે ફરી એક વાર સોનિયા ગાંધીને કૉંગ્રેસ પક્ષની ધુરા સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : જેટલીના ખબરઅંતર પૂછવા ઉપરાષ્ટ્રપતિ નાયડુ એઇમ્સ પહોંચ્યા

પક્ષમાં પ્રમુખપદ માટે ત્રણેક મહિનાથી ભારે મથામણ ચાલી રહી હતી. રાહુલ ગાંધીને અધ્યક્ષપદે કાયમ રાખવા માટે કૉંગ્રેસના તમામ ઉચ્ચ આગેવાનો દ્વારા પ્રયાસ કરાયા હતા, પણ રાહુલ ગાંધી ટસના મસ નહોતા થતા અને તેમણે અધ્યક્ષપદ છોડવાનો નિર્ણય સૌને જણાવી દીધો હતો. આથી શનિવારે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સોનિયા ગાંધી જ અધ્યક્ષ તરીકે ધુરા સંભાળે એવો સૂર ઊમટતાં ફરી એક વાર એ સાબિત થયું હતું કે કૉંગ્રેસ પક્ષ પાસે ગાંધી પરિવાર સિવાય કોઈ ઉદ્ધાર નથી.

sonia gandhi national news congress