શીલા દિક્ષીતનું નિધન: PM મોદી સહિત દિગ્ગજ નેતાઓ પહોચ્યા અંતિમ દર્શને

20 July, 2019 08:37 PM IST  | 

શીલા દિક્ષીતનું નિધન: PM મોદી સહિત દિગ્ગજ નેતાઓ પહોચ્યા અંતિમ દર્શને

(ફોટો: ANI)

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષીતનું 81 વર્ષે નિધન થયું છે. શિલા દિક્ષીત છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. છેલ્લા કેટલાક સમયથી એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ખરાબ તબિયતના કારણે એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં હતાં. શીલા દીક્ષિતનું પેસમેકર ઠીકથી કામ ન કરવાના કારણે તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યાં હતા. કેટલાક સમયમાં શીલા દિક્ષીતનો પાર્થિવ શરીર તેમને નિજામુદ્દીન સ્થિત નિવાસસ્વાન પર લાવવામાં આવ્યું છે. શીલા દીક્ષિતના પાર્થિવ શરીરના દર્શન માટે પીએમ નરેન્દ્ર મોદી સહિત દેશના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.


પીએમ મોદીએ શીલા દિક્ષીતના નિધન પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પાર્થિવ શરીરના દર્શન માટે નિજામુદ્દીન સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.

દેશના રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી પર શીલા દિક્ષીતના નિવાસસ્થાને શ્રદ્ધાંજલી અર્પણ કરવા પહોંચ્યા હતાં.

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે શીલા દિક્ષીતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો

કોન્ગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને શીલા દિક્ષીતના એકદમ નજીક રહેલા સોનિયા ગાંધીએ પણ અંતિમ દર્શન કર્યાં હતો.

ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ શીલા દિક્ષીતને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

મશહુર એક્ટ્રેસ શર્મિલા ટાગોર પણ નિજામુદ્દીન આવાસ પર પહોચ્યા હતા અને શીલા દિક્ષીતને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

sheila dikshit gujarati mid-day