J&K: પુલવામા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશના 4 આતંકીઓ માર્યા ઠાર

29 December, 2018 12:24 PM IST  |  પુલવામા, જમ્મુ-કાશ્મીર

J&K: પુલવામા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશના 4 આતંકીઓ માર્યા ઠાર

ફાઇલ ફોટો.

કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળોએ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યા. પોલીસને અહીંયાના હાજિન પયીન ગામમાં કેટલાક આતંકીઓ હાજર હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ મળીને શુક્રવારે મોડી રાતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

એક અધિકારીએ જણાવ્યું કે જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ એક ઘરમાં છુપાયા હતા. જવાનોએ તેમને સમર્પણ કરવા માટે કહ્યું, પરંતુ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં બંને આતંકીઓ માર્યા ગયા. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર અને ગોળા-બારૂદ મળ્યા છે.

પુલવામામાં કેટલાક બીજા આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. વિસ્તારમાં બીજા દિવસે સાવચેતી ખાતર ઇન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી. શુક્રવારે પણ સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકી ઇશફાક યુસુફને ઠાર માર્યો હતો. કાર્યવાહીના વિરોધમાં લોકોના દેખાવો અને પ્રદર્શનોને રોકવા માટે એડિશનલ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

jammu and kashmir jaish-e-mohammad kashmir pulwama district