શારદા ચિટ ફન્ડ મામલો:ભૂતપૂર્વ કમિશનર રાજીવકુમારની ધરપકડ પરની રોક હટાવાઇ

14 September, 2019 11:07 AM IST  |  કલકત્તા

શારદા ચિટ ફન્ડ મામલો:ભૂતપૂર્વ કમિશનર રાજીવકુમારની ધરપકડ પરની રોક હટાવાઇ

ફાઇલ ફોટો

કલકત્તા : (જીએનએસ) શારદા ચિટ ફન્ડ મામલામાં કલકત્તા હાઈ કોર્ટના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારની ધરપકડ પર રોક હટાવી દેવામાં આવી છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી ઈચ્છે તો રાજીવકુમારની ધરપકડ કરી શકે છે. હાઈ કોર્ટે એવું પણ કહ્યું છે કે, તપાસ એજન્સીએ ધરપકડને યોગ્ય સાબિત કરવી પડશે.

હાઈ કોર્ટે મે ૨૦૧૪માં સુદિપ્ત સેન નીત શારદા ગ્રુપ સહિત ઘણા ચિટ ફન્ડ મામલાની તપાસ સીબીઆઇને સોંપી હતી. આ ગોટાળા દ્વારા રોકાણકારોએ ૨૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. રાજીવકુમાર ૨૦૧૩માં વિધાનનગર પોલીસ આયુક્ત હતા ત્યારે આ કૌભાંડનો ખુલાસો થયો હતો. રાજીવકુમાર ઉપર શારદા કૌભાંડના પુરાવા સાથે છેડછાડ કરવાનો ગંભીર આરોપ છે. સીબીઆઇના અધિકારીઓનું કહેવું છે કે, રાજીવકુમારે શારદા ગ્રુપના માલિક સુદિપ્ત સેનની લાલ રંગની એક ડાયરી તેમ જ પેનડ્રાઈવ છુપાવીને રાખી છે. તો ફોનના કોલ લિસ્ટ સાથે પણ છેડછાડ કરી છે.

આ ડાયરીમાં મોટા નેતાઓને શારદા ગ્રુપે કરેલા ધનના વ્યવહારની માહિતી છે. સુદિપ્ત સેને સીબીઆઇ અધિકારીઓને જણાવ્યું હતું કે તે ડાયરી કંપની મુખ્યાલયમાં મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીના અધિકારીઓ લઈ ગયા હતા, પરંતુ રાજીવકુમારનું કહેવું છે કે તેમની પાસે કોઈ ડાયરી નથી.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

સૂત્રો મુજબ સીબીઆઇના અધિકારીઓ રાજીવકુમારને મામલામાં પૂછપરછ માટે શનિવારે બોલાવી શકે છે. ત્યારબાદ તેમની ધરપકડની આશંકા વધી ગઈ છે.

kolkata