રિસર્ચ : આવતાં દાયકા સુધી નહીં રહે ગ્લેશિયર, દરિયાઇ જળસ્તરમાં થશે વધારો

10 December, 2019 05:19 PM IST  |  Mumbai Desk

રિસર્ચ : આવતાં દાયકા સુધી નહીં રહે ગ્લેશિયર, દરિયાઇ જળસ્તરમાં થશે વધારો

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આવતાં દાયકા સુધી ગ્લેશિયર પિગળી જશે. વર્તમાનમાં ચાલતાં જળવાયુ પરિવર્તનને કારણે હિમાલયનું ગ્લેશિયર અને સાઉથ અમેરિકાનું એન્ડિધ આવતા દસ વર્ષમાં ગાયબ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં રહેલા ઉષ્મ કટિબંધીય પર્વતો ટૂંક સમયમાં જ ગ્લેશિયરમાં ભળી જશે. જેથી લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ શોધ અમેરિકાના ઓહિયો સ્ટેટ યૂનિવર્સિટી( Ohio State University)એ જાહેર કરી છે. આ રિસર્ચ પ્રમાણે, સૌથી પહેલા આની અસર ગ્લેશિયર પાપુઆ, ઇન્ડોનેશિયામાં છે. જે વિશ્વભરમાં અન્ય પર્વતીય શીર્ષ ગ્લેશિયરોમાં ગણવામાં આવે છે. આ રિસર્ચ વિદેશી મીડિયામાં છપાયેલી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2015-2016 અલ નીનોને કારણે ન્યૂ ગિનીના પશ્ચિમી અડધા ભાગ પર પહાડના શીર્ષ ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે. જણાવીએ કે ઉષ્ણ કટિબંધીય પ્રશાંતના ભૂમધ્યીય ક્ષેત્રના સમુદ્રના તાપમાન અને વાયુમંડળીય પરિસ્થિતિઓમાં આવેલા ફેરફારો માટે ઉત્તરદાયી સમુદ્રી ઘટનાને અલ નીનો(El Nino) કહે છે.

આ રિસર્ચમાં વર્ણન કરવામાં આવ્યું છે કે અલ નીનો એક એવી ઘટના છે જે ઉષ્ણકટિબંધીય મહાસાગરના પાણી અને વાયુમંડળીય તાપમાનને ગરમ કરવાને કારણે બને છે. આ એક પ્રાકૃતિક જળવાયુ પ્રક્રિયા છે, પણ આ ગ્લોબલ વૉર્મિંગના કારણે વધી ગઈ છે. આ સિવાય આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે તંજાનિયાના કિલિમંજારો અને પેરૂમાં પણ ઉષ્ણકટિબંધીયની અસર ગ્લેશિયરમાં જોઇ શકો છો. એટલે કે અહીંના પણ ગ્લેશિયર પીગળી શકે છે. રિસર્ચ કરતાં વિદ્વાન લોની થૉમ્પસન એસએ કહ્યું કે પપુઆ અને ઇન્ડોનેશિયામાં થનાકી આ ઘટના આખી દુનિયા માટે ચેતવણી છે.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

શોધકર્તાઓએ ગ્લેશિયર પર વર્ષ 2010થી મોનિટરિંગ કરી રહ્યા હતા. પોતાની રિસર્ચ દરમિયાન તેમણે ગ્લેશિયરની આસપાસના વિસ્તાર પાસે અધ્યયન કર્યું કે કેટલીવારમાં બરફ પીગળે છે. રિસર્ચ દરમિયાન કહેવામાં આવ્યું છે કે ગ્લેશિયરનું બરફ દરરોજ પીગળી રહ્યો છે. અધ્યયને ચેતવણી આપી છે કે વિશ્વસ્તર પર ગ્લેશિયર ઓગળવાને કારણે સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે, જેથી સમુદ્રનું પાણી ગરમ થવાની સાથે સાથે વધારે વાર અને વધારે તીવ્ર તોફાનો આવી શકે છે.

national news