અમેઠીની સાથે કેરળની વાયનાડ બેઠક પરથી પણ લડશે રાહુલ ગાંધી, આ છે કારણ

31 March, 2019 03:01 PM IST  | 

અમેઠીની સાથે કેરળની વાયનાડ બેઠક પરથી પણ લડશે રાહુલ ગાંધી, આ છે કારણ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઈલ ફોટ)

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી બે બેઠકો પરથી લડી રહ્યા છે. રાહુલ ગાંધી અમેઠીની પરંપરાગત બેઠકની સાથે સાથે કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે. પક્ષના સીનિયર નેતા અને પૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ આ માહિતી આપી છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાના કહેવા પ્રમામે કેરળની વાયનાડ બેઠક દક્ષિણ ભારતના ત્રણ રાજ્યો તામિલનાડુ, કર્ણાટક અને કેરળની વચ્ચે પડે છે. એટલે અહીંથી ચૂંટણી લડીને રાહુલ ગાંધી ત્રણ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરી શકે છે. રણદીપ સુરજેવાલનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ભારતના કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ તેમને નેતૃત્વ માટે કહી રહ્યા હતા, પરિણામે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની ખાણી પીણી અને સંસ્કૃતિમાં ફરક છે, એટલે રાહુલ ગાંધી બંને સ્થળેથી ચૂંટણી લડીને એક્તા અને મજબૂતીનું ઉદાહરણ આપશે.

કેરળમાં કુલ 20 લોકસભા બેઠકો છે. વાયનાડ જિલ્લો પ્રાકૃતિક સુંદરતા અને વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી માટે જાણીતો છે. અહીં હાથી અને વાઘ જેવા પશુઓ જોવા મળે છે. વાયનાડની રચના જિલ્લા તરીકે 1 નવેમ્બર 1980ના રોજ થઈ હતી. તેને કોઝિકોડ અને કન્નૂકરમાંથી બનાવાયો હતો. વાયનાડમાં વ્યગથરી જૈન મંદિર પણ જાણીતું છે. વાયનાડમાં ટીપુ સુલ્તાનના શાસનકાળમાં અંગ્રેજોએ હુમલો કર્યો હતો. આ જિલ્લાની સરહદ કર્ણાટક અને તમિલનાડુને અડે ચેય

વાયનાડની 93.15 ટકા વસ્તી ગ્રામીણ છે અને 6.85 ટકા લોકો શહેરોમાં રહે છે. ગત લોકસભા ચૂંટણીમાં અહીં માત્ર 73 ટકા લોકોએ જ મતદાન કર્યું હતું.

રાજકીય ઈતિહાસ

2008માં સીમાંકન બદલાયા બાદ તેને લોકસભા સીટ જાહેર કરવામાં આવી. અહીં 2009માં પહેલી વખત ચૂંટણી થઈ. પહેલી ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના MI શનાવાસની જીત થઈ હતી. તેમણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કેન્ડિડેટ એડવોકેટ એમ. રહેમતુલ્લાને 1,53,439 વોટથી હરાવ્યા હતા.

આ બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે. અહીં મુખ્યત્વે કોંગ્રેસ, સીપીઆી, ભાજપ, SDPI, WPI અને આમ આદમી પાર્ટી છે. અહીં અપક્ષ ઉમેદવારો પણ ચૂંટમી લડે છે.

2014માં શું થયું

2014ની લોકસભા ચૂંટણીમાં અહીંથી પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ એમ. આઈ. શનાવાસ જ જીત્યા હતા. તેમને 3,77,035 વોટ મળ્યા હતા. તેમણે CPIના ઉમેદવાર પી. આર. સત્યન મુકરીને 20,870 વોટથી હરાવ્યા હતા.

rahul gandhi congress Election 2019