માઉન્ટ આબુમાં 15 ઑગસ્ટથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ

04 July, 2019 11:01 AM IST  |  માઉન્ટ આબુ

માઉન્ટ આબુમાં 15 ઑગસ્ટથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ

પ્લાસ્ટિક બૅન

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ૧૫ ઑગસ્ટથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સિરોહી જિલ્લા તંત્ર અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંગળવારે બેઠક મળી હતી જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે ‘ઝાડ, છોડવા, વનસ્પતિ અને પ્રાણીઓના હિતમાં માઉન્ટ આબુને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી ૧૫ ઑગસ્ટથી એના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

પ્લાસ્ટિકની થેલી, બૉક્સ, થર્મોકોલ કપ, પ્લેટ, વૉટર બૉટલ વગેરે પર પણ પ્રતિબંધ મુકાશે. પેય જળ પૂરું પાડવા ઑટોમેટેડ વૉટર ડિસ્પેન્સિંગ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રતિબંધોનો અમલ થઈ રહ્યો છે કે નહીં એની તકેદારી રાખવા ટીમની રચના કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે એવું એસડીએમએ કહ્યું હતું.

આ પણ વાંચો : ટિક ટૉક વિડિયો પરથી ત્રણ વર્ષ પહેલાં ગૂમ થયેલો પતિ મળી આવ્યો

માઉન્ટ આબુને ‘ઇકોસેન્સિટિવ ઝોન’માં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. કાચની બિયર બૉટલની ખપત ઘટાડી બિયર-કૅનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટી તંત્રે પહેલ શરૂ કરી છે. બિયર બૉટલના કાચના ટુકડાથી જંગલી પ્રાણીઓેને જોખમ ઊભું થતું હોવાથી વહીવટી તંત્રે બિયર-કૅનને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરી છે.

rajasthan national news