રાહુલ ગાંધી વડા પ્રધાન બનવા સર્વગુણ સંપન્ન છેઃ શશિ થરૂર

31 December, 2018 07:38 AM IST  | 

રાહુલ ગાંધી વડા પ્રધાન બનવા સર્વગુણ સંપન્ન છેઃ શશિ થરૂર

 

૨૦૧૯ની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને વડા પ્રધાનપદની હરીફાઈમાં ગોઠવવાના પ્રયત્નો ચાલે છે. ગઈ કાલે દિલ્હીમાં કૉંગ્રેસના નેતા શશિ થરૂરે એક મીડિયા ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધી વડા પ્રધાન બનવા માટે સર્વગુણ સંપન્ન હોવાનું જણાવ્યું હતું.

શશિ થરૂરે વિપક્ષી નેતૃત્વ અને સત્તાધારી પક્ષ સામે પડકાર બાબતે જણાવ્યું હતું કે ‘તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં દેશમાં કૉંગ્રેસ મુખ્ય વિકલ્પ હોવાનું સ્પષ્ટ થયું છે. દેશના તમામ પ્રાંતોમાં ખૂણે-ખૂણે કૉંગ્રેસની ઉપસ્થિતિ છે. રાહુલ ગાંધી અમારા નેતા છે. જો કૉંગ્રેસને બહુમતી મળશે તો રાહુલ ગાંધી નિશ્ચિતરૂપે વડા પ્રધાન બનશે. જો કૉંગ્રેસે મિશ્ર સરકાર રચવી પડે તો સહયોગી પક્ષો સાથે ચર્ચા કરીને વડા પ્રધાનપદના ઉમેદવાર નક્કી કરવામાં આવશે અને સામૂહિક રીતે નિર્ણય લેવામાં આવશે. સંસદીય તથા અન્ય સ્તરે નેતૃત્વ તથા વડા પ્રધાન જેવા હોદ્દા માટે સામૂહિક સ્તરે ઉચિત પ્રક્રિયા મુજબ નિર્ણય લેવામાં આવશે.’

આ પણ વાંચોઃ ઓગસ્ટા-વેસ્ટલેન્ડ: મિશેલે લીધું 'મિસિસ ગાંધી'નું નામ, સંદર્ભની જાણ નથી: ED

અગાઉ રાહુલ ગાંધી પોતે વડા પ્રધાનપદ સંભાળવા માટે સજ્જ હોવાનું બયાન આપીને હાસ્યાસ્પદ બન્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ બયાનને પીઢતા કે સમજ વગરનો બિનજરૂરી થનગનાટ ગણાવતાં કહ્યું હતું કે હજી કૉંગ્રેસને ચૂંટાવા દો અને સંસદીય પક્ષની બેઠક મYયા પછી લોકપ્રતિનિધિઓને પસંદગી કરવા દો. ત્યાર પછી થોડાં અઠવાડિયાં પહેલાં ચેન્નઈમાં કલાઇગનાર એમ. કરુણાનિધિની પ્રતિમાના અનાવરણ પ્રસંગે DMK નેતા એમ. કે. સ્ટૅલિને રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે સ્ટૅલિનની એ જાહેરાતને અન્ય વિરોધ પક્ષો TMC, BSP અને સમાજવાદી પાર્ટીએ સમર્થન આપ્યું નહોતું. નાના કે મોટા અનેક પ્રાદેશિક પક્ષોમાં વિપક્ષી મહાગઠબંધનના વડા પ્રધાનપદના ઉમેદવારરૂપે રાહુલ ગાંધીને સ્વીકારવાની અનિચ્છા પ્રવર્તે છે.

rahul gandhi shashi tharoor national news