ઓગસ્ટા-વેસ્ટલેન્ડ: મિશેલે લીધું 'મિસિસ ગાંધી'નું નામ, સંદર્ભની જાણ નથી- ED

Published: 29th December, 2018 17:23 IST | નવી દિલ્હી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એવો દાવો કર્યો છે કે ઓગસ્ટા-વેસ્ટલેન્ડ મામલે પકડાયેલા વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે પૂછપરછમાં મિસસ ગાંધીનું નામ લીધું છે.

ક્રિશ્ચિયન મિશેલ (ફાઇલ)
ક્રિશ્ચિયન મિશેલ (ફાઇલ)

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા મામલે ધરપકડ કરાયેલ વચેટિયા ક્રિશ્ચયન જેમ્સ મિશેલને શનિવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં હાજર કરાયો. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોર્ટને જણાવ્યું કે આરોપી મિશેલે પૂછપરછ દરમિયાન કોંગ્રેસની મિસિસ ગાંધીનું નામ લીધું છે. પરંતુ કયા સંદર્ભમાં નામ લેવામાં આવ્યું છે તેની જાણ થઈ શકી નથી. આ ઉપરાંત ઇડીનો દાવો છે કે મિશેલે 'ઇટલીની મહિલાના દીકરા'નો પણ ઉલ્લેખ કર્યો છે.

EDએ ક્રિશ્ચિયનના નામનો હવાલો આપીને કોર્ટને એમ પણ જણાવ્યું કે મિશેલે જણાવ્યું કે કેવી રીતે આખા સોદામાંથી HALને હટાવવામાં આવ્યું હતું અને આ સોદાની રજૂઆત ટાટાને કરવામાં આવી હતી. ઇડીએ મિશેલના વકીલની પહોંચ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરી છે. મિશેલે ઇટલીની એક મહિલા અને તેના દીકરાનો પણ ઉલ્લેખ કર્યો છે જે દેશનો સંભવિત વડાપ્રધાન છે.

EDએ કોર્ટને કહ્યું કે ક્રિશ્ચિયન મિશેલ અને અન્ય લોકો વચ્ચે થયેલી વાતચીતમાં એક 'બડે આદમી'નો ઉલ્લેખ છે અને તેમને 'R'થી સંબોધવામાં આવ્યા છે. ઇડીએ કહ્યું કે એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે તે મોટો માણસ 'R' કોણ છે. આ માટે મિશેલની કસ્ટડીની જરૂર છે.

EDના દાવા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આરપીએન સિંહના જણાવ્યા પ્રમાણે, ઇડીએ કહ્યું છે કે મિશેલે મિસિસ ગાંધીનું નામ લીધું છે. કોંગ્રેસના નેતા જણાવે છે કે મિશેલ પર દબાણ છે કે તે એક ખાસ પરિવારનું નામ લે. આખરે શા માટે એક ચોકીદાર એક પરિવારનું નામ લેવા માટે સરકારી એજન્સીઓ પર દબાણ કરવાની કોશિશ કરી રહ્યો છે? બીજેપીના સ્ક્રિપ્ટ રાઇટર ઓવરટાઇમ કરી રહ્યા છે. જ્યારે સુનાવણી પછી પટિયાલા હાઉસકોર્ટે મિશેલને 7 દિવસના ઇડી રિમાન્ડ પર મોકલી આપ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK