કોંગ્રેસે જે વચનો આપ્યા હતા તે પુરા પણ કર્યા : રાહુલ ગાંધી

08 February, 2019 05:45 PM IST  |  ભોપાલ

કોંગ્રેસે જે વચનો આપ્યા હતા તે પુરા પણ કર્યા : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સંબોધી સભા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ મધ્યપ્રદેશમાં ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. દરમ્યાન રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે મધ્ય પ્રદેશની વિધાન સભા ચુંટણીમાં ખેડુત, આદિવાસીઓ, મજદુરો અને સામાન્ય જનતાના કારણે જીત્યા છીએ. અમારો માલિક જનતા છે. અમારૂ કામ તમારો આદેશ સાંભળવાનો છે.

ભોપાલના જંબુરી મેદાન પર કોંગ્રેસના આભાર સમ્મેલનને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ કઇ જ નથી કર્યું. ખેડુતોની શક્તિએ કોંગ્રેસ ચુંટણી જીતી છે અને તમારી શક્તિના કારણે દેવું માફ થયું છે. અમે માત્ર તમારી શક્તિને જોડવાનું કામ કર્યું છે.

રાહુલે પોતાના ભાષણમાં કેન્દ્ર સરકારની સાથે નિરવ મોદી અને અનિલ અંબાણીને પણ આડે હાથ લીધા હતા. તેણે કહ્યું કે અમે ગરીબો, ખેડુતો અને સામાન્ય જનતાની અવાજ સાંભળી. તેણે રાફેલ ડીલને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેણે મોદી પર આરોપ લગાવતા કહ્યું કે વાયુ સેનાના અધિકારીઓ સાથે વાચચીત વગર ડીલ કરી લીધી. વડાપ્રધાનના એક કલાકના ભાષણમાં રાફેલ મુદ્રા પર એક મિનિટ પણ વાત નથી કરી.

રાહુલે વધુમાં કહ્યું કે મધ્ય પ્રદેશમાં ચુંટણીમાં જે પ્રોમીશ આપ્યું હતું કે પુરૂ પણ કર્યું. તેણે મોદીએ ખેડુતોને 17 રૂપીયા આપવાની વાત પર કહ્યું કે આ એક ખેડુતની મજાક સમાન છે. રાહુલે કાર્યકર્તાઓને બંબ્બર શેરનું નામ આપ્યું હતું. તેમણે ગરીબોને ગેરેન્ટી ઇનકમ આપવાની પણ વાત કરી છે.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં પણ રાહુલનો વાયદો, ગરીબોને ગેરેન્ટેડ ઈન્કમની જાહેરાત

રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ખેડૂતોને ગેરંટી ઈન્કમ આપવાનો વાયદો પણ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે ઐતિહાસિક નિર્ણય લીધા છે. મોદીજી કહે છે કે 17 રૂપિયા આપીશ, પરંતુ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ એ કામ કરશે, જે વિશ્વના કોઈ પણ દેશે નથી કર્યું. અમે ગરીબોને ગેરેન્ટેડ ઈન્કમ આપીશું. દરેક ગરીબ વ્યક્તિને આવક આપવાનું કામ, બેંક એકાઉન્ટમાં પૈસા નાખવાનું કામ અમારી સરકાર કરશે. અમે તમને 17 રૂપિયા આપીને અપમાન નહીં કરીએ. જો અનિલ અંબાણી-મેહુલ ચોકસીને પૈસા આપી શકાય છે, હિંદુસ્તાનના 15 સૌથી અમીર લોકોના દેવાં માફ કરી શકાય છે તો હિંદુસ્તાનની સરકાર ગરીબો માટે ઈન્કમ આપી શકે છે. 

rahul gandhi bhopal national news