આ દેશ કોઈ એકનો નથી, તેને તોડનારા PMને હટાવી દેવા જોઈએ: રાહુલ

07 February, 2019 03:52 PM IST  |  નવી દિલ્હી

આ દેશ કોઈ એકનો નથી, તેને તોડનારા PMને હટાવી દેવા જોઈએ: રાહુલ

ફાઇલ ફોટો


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જબરદસ્ત હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી 2019માં નરેન્દ્ર મોદીને હરાવશે. રાહુલ ગાંધીએ અહીંયા દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટીએ પીએમ નરેન્દ્ર મોદીની શાખની ધજ્જીઓ ઉડાવી દીધી છે. તેમણે કહ્યું કે આ દેશમાં નફરત ફેલાવીને રાજ ન કરી શકાય.

કોંગ્રેસના રાષ્ટ્રીય લઘુમતી સંમેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ બીજેપીની સાથે-સાથે આરએસએસ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત પર જબરદસ્ત હુમલો કર્યો. રાહુલ ગાંધીએ મોદી પર હુમલો કરતા કહ્યું કે કોઈપણ દેશનો પીએમ તોડવાવાળો નહીં પરંતુ જોડવાવાળો હોવો જોઈએ, નહીંતો આવા પીએમને હટાવી દેવો જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ નાગપુરથી દેશ ચલાવવા માંગે છે.

રાહુલે અહીંયા બીજેપી પર સંસ્થાઓ સાથે છેડછાડ થઈ હોવાનો આરોપ લગાવ્યો. રાહુલે કહ્યું કે ભાજપવાળાઓને લાગે છે કે તેઓ દેશથી પણ મોટા છે. તેમણે કહ્યું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના ચાર જજ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે કે તેમને કામ નથી કરવા દેવામાં આવતું. હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સુપ્રીમ કોર્ટને પોતાનું કામ નથી કરવા દઈ રહ્યા. ઉલ્લેખનીય છે કે ભાજપ અને સંઘ સતત રામમંદિર મામલે સુપ્રીમ કોર્ટ પર વિલંબ કરવાના આરોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: કાલે ઉત્તર બંગાળથી મમતા બેનર્જીને પડકાર આપશે વડાપ્રધાન

આ દેશ કોઈ એકનો નથી

રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશ કોઈ એક ધર્મ અથવા જાતિના લોકોનો નથી. તેને બનાવવામાં તમામ લઘુમતી સમુદાયોનું યોગદાન છે. રાહુલે કહ્યું કે જો તમે આઇઆઇટી, આઇઆઇએમની વાત કરશો તો તમારે મૌલાના આઝાદની વાત કરવી પડશે. તેઓ પહેલા શિક્ષણમંત્રી હતા અને મુસ્લિમ હતા. અંતરિક્ષ કાર્યક્રમોની વાત કરશો તો તમારે વિક્રમ સારાભાઈની વાત કરવી પડશે, તેઓ જૈન હતા. જો તમે ઉદારીકરણની વાત કરશો તો તમારે મનમોહન સિંહજીની વાત કરવી પડશે, તેઓ શીખ છે. જો તમે 1971ની જીતની વાત કરશો તો તમારે માણેક શૉની વાત કરવી પડશે, તેઓ પારસી હતા.

rahul gandhi congress