રાફેલ ડીલઃ નિર્મલા સીતારમનની સ્પષ્ટતા, કહ્યું,'છાપાના સમાચાર જૂઠ્ઠા'

08 February, 2019 12:55 PM IST  | 

રાફેલ ડીલઃ નિર્મલા સીતારમનની સ્પષ્ટતા, કહ્યું,'છાપાના સમાચાર જૂઠ્ઠા'

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન

ધ હિન્દુના અહેવાલ બાદ દેશમાં ફરી રાફેલ ડીલનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ધ હિન્દુના અહેવાલને આધારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું. તો સામે સંરક્ષણ મંત્રાલય તરફથી કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં સ્પષ્ટતા કરી.

લોકસભામાં બજેટ સત્રનો આજે સાતમો દિવસ છે. સાતમા દિવસે આમતો 2019-20ના વચગાળાના બજેટ પર ચર્ચા થવાની હતી. પરંતુ રાફેલ ડીલ મામલે હોબાળા સાથે સત્રનો સાતમો દિવસ શરૂ થયો. તો બીજી તરફ રાજ્યસભા હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ રાફેલ ડીલઃરાહુલે કહ્યું PM મોદીની સીધી સંડોવણી

બીજી તરફ લોકસભામાં કોંગ્રેસના સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો. સામે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને સરકાર તરફથી સ્પષ્ટતા કરતા ધ હિન્દુના અહેવાલને ખોટો ગણાવ્યો છે. નિર્મલા સીતારમને લોકસભામાં કહ્યું,'જો ખરેખર હિન્દુ સત્ય સામે લાવવા ઈચ્છતું હોય તો હાલના સંરક્ષણ પ્રધાનની વાતને પણ તેમાં લખવી જોઈતી હતી. અખબાર દ્વારા તમામ સત્ય લખવામાં નથી આવ્યું.મેં મારા જવાબમાં તમામ મુદ્દા કહ્યા છે. NACમાં સોનિયા ગાંધીની દખલ કેવી હતી તે આખો દેશ જાણે છે. વિપક્ષ તેને શું કહેશે. એક અખબારના કટિંગ દ્વારા તમે શું સાબિત કરવા માગો છો. રાફેલ પર દરેક સવાલ સામે અમે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ, અને આ મુદ્દો હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. કોંગ્રેસ વિદેશી તાકાતના દબાણમાં આવીને આ મુદ્દો ઉઠાવી રહી છે.'

national news nirmala sitharaman