કાર્યકરોને કારણે નહીં, પરંતુ મતદાતાઓના પ્રયાસથી જીત મળી: પ્રિયંકા

14 June, 2019 12:20 PM IST  |  રાયબરેલી

કાર્યકરોને કારણે નહીં, પરંતુ મતદાતાઓના પ્રયાસથી જીત મળી: પ્રિયંકા

પ્રિયંકા ગાંધી

યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વાડ્રા મતદારોનો આભાર પ્રગટ કરવા માટે રાયબરેલીની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણીમાં વિજય બાદ સોનિયા ગાંધીની આ પ્રથમ યાત્રા હતી. પ્રિયંકા ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન માટે પાર્ટી કાર્યકરોની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકાએ પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે હું બોલવા નથી માગતી, પરંતુ મારે બોલવું પડે છે કે સોનિયા ગાંધી રાયબરેલીની બેઠક પક્ષના કાર્યકરોને લીધે નહીં પરંતુ મતદાતાઓના પ્રયાસને કારણે જીતી શક્યાં છે.

પ્રિયંકા ગાંધીએ મતાદારોને ધન્યવાદ આપતાં જણાવ્યું હતું કે યુપીએ અધ્યક્ષાને પાંચમા કાર્યકાળ માટે સંસદમાં મોકલવા માટે તમારો ખૂબ-ખૂબ આભાર. આ રૅલીમાં લગભગ ૨૫૦૦ કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા. પ્રિયંકાએ ઉત્તર પ્રદેશના કૉન્ગ્રેસ પ્રભારી સહિત કૉન્ગ્રેસ કાર્યકર્તાઓને ચેતાવણી આપી હતી કે તેઓ એ લોકોને શોધી કાઢે જેમણે પાર્ટીના પક્ષમાં કામ કર્યું નથી.

આ પણ વાંચો : SCO summit: જ્યારે આમને સામને થયા પીએમ મોદી અને ઇમરાન ખાન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું અહીં કોઈ ભાષણ આપવા નથી માગતી તેમ છતાં મારે બોલવું પડશે, મને સાચી વાત કહેવા દો. હકીકત એ છે કે આ ચૂંટણીમાં સોનિયા ગાંધી અને રાયબરેલીના લોકોને કારણે જીત થઈ છે.

priyanka gandhi national news