રજનીકાંતની જાહેરાત, 2019ની લોકસભા ચૂંટણી નહીં લડે

17 February, 2019 01:01 PM IST  | 

રજનીકાંતની જાહેરાત, 2019ની લોકસભા ચૂંટણી નહીં લડે

લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. તમામ રાજકીય પક્ષો પોતાના ગણિત ગોઠવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ભારતમાં સુપરસ્ટાર રજનીકાંતે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. રજનીકાંતે જાહેરાત કરી છે કે ન તો તેઓ લોકસભાની ચૂંટણી લડશે, ન તો તેમની પાર્ટી ચૂંટણીમાં ભાગ લેશે. સાથે જ તેમણે ખુલાસો કર્યો છે કે પ્રચાર દરમિયાન તેમના પક્ષના ચિહ્નનો પણ ઉપયોગ નહીં થાય.

જો કે રજનીકાંતે તમિલનાડુની વિધાનસભા ચૂંટણી લડવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રજનીકાંતે ગત વર્ષે પોતાનો પક્ષ બનાવ્યો હતો. તેઓ ભાજપ તરફી ગણાય છે.

આ પણ વાંચોઃ Happy Birthday રજનીકાંતઃ ફેન્સે આ રીતે ઉજવ્યો જન્મદિવસ

ગત વર્ષે રજનીકાંતે ભાજપને જોખમી ગણાવ્યું હતું. જો કે પાછળથી તેમણે આ નિવેદન ફેરવીને વિપક્ષ ભાજપને જોખમી કહેતું હોવાનું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે રજનીકાંતે જ્યારે પાર્ટી બનાવી ત્યારથી તેઓ લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા દર્શાવાતી હતી. જો કે હવે રજનીકાંતે જ આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે.

rajinikanth Loksabha 2019 Election 2019