EVM મુદ્દે રાજ ઠાકરેએ કરી સોનિયા ગાંધી સાથે મુલાકાત

08 July, 2019 07:58 PM IST  | 

EVM મુદ્દે રાજ ઠાકરેએ કરી સોનિયા ગાંધી સાથે મુલાકાત

રાજ ઠાકરેએ કરી સોનિયા ગાંધી સાથે મુલાકાત

EVM મુદ્દે મહારાષ્ટ્રના નવનિર્માણ પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેએ યુપીએના ચેયરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ દરમિયાન ઘણા મુદ્દે ચર્ચા કરી હતી. 10 જનપથ પર થયેલી મુલાકાત આ મિટિંગ 40 મિનિટ સુધી ચાલી હતી જેમાં મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને પણ મહત્વની ચર્ચાઓ કરાઈ હતી તેવુ માનવમાં આવી રહ્યું છે. આ પહેલા મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ચૂંટણી આયોગને દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ માટે પત્ર લખ્યો હતો.

રાજ ઠાકરેએ લખ્યું હતું કે, EVM વિશે છેલ્લા કેટલાક વર્ષોમાં ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને પાર્ટીઓમાં અંસંતોષનો માહોલ દેખાઈ રહ્યો છે. મારો અનુરોધ છે કે તમે બેલેટ પેપરથી વોટીંગ કરાવવામાં આવે. આવનારા મહારાષ્ટ્ર ચૂંટણી માત્ર બેલેટ પેપરથી જ કરવામાં આવે

રાજ ઠાકરે પહેલા વિપક્ષ ઘણીવાર ઈવીએમ મશીનને લઈને અવાજ ઉઠાવી ચૂક્યું છે. કૉન્ગ્રેસ સહિત બસપા, આરજેડી સહિતની તમામ પાર્ટીઓએ ઈવીએમમાં છેડછાડ અને હેકિંગને લઈને આરોપ લગાવવામાં આવ્યા હતા. સતત મળી રહેલી છેડછાડની કમ્પલેનને લઈને ચૂંટણી પંચે ઈવીએમમાં છેડછાડ સાબિત કરવા માટે પણ કહ્યું હતું જો કે કોઈ પણ પાર્ટી આ માટે આગળ આવી હતી નહી. કૉન્ગ્રેસ છેલ્લા ઘણી ચૂંટણી પછી ઈવીએમને લઈને સવાલ ઉઠાવતુ આવ્યું છે.

raj thackeray gujarati mid-day