તમામ કાર્યાલયોમાં સરદાર પટેલનો ફોટો મૂકો : અમિત શાહનો આદેશ

20 October, 2019 11:51 AM IST  |  નવી દિલ્હી

તમામ કાર્યાલયોમાં સરદાર પટેલનો ફોટો મૂકો : અમિત શાહનો આદેશ

અમિત શાહ

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે સીઆરપીએફ, બીએસએફ અને બીજાં સિક્યૉરિટી દળોને એવો આદેશ મોકલ્યો હતો કે તમારાં કાર્યાલયોમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો લગાડો. ૩૧ ઑક્ટોબરે આવી રહેલી સરદાર પટેલની જયંતી પહેલાં આ ફોટો લગાડવાનો રહેશે.

સરદાર પટેલ

આ સાથે એવો સંદેશો લગાડવાનો છે કે દેશની એકતા અને અખંડિતતા અમે અકબંધ રાખીશું. થોડા સમય પહેલાં એક ચૂંટણી સભામાં અમિત શાહે કહ્યું હતું કે કાશ્મીરનો કેટલોક હિસ્સો પાકિસ્તાને આંચકી લીધો એ માટે પંડિત જવાહરલાલ નેહરુ જવાબદાર હતા. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની વાત માની હોત તો પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની રચના કદી થઈ ન હોત.

આ પણ વાંચો : કૉન્ગ્રેસની ખોટી નીતિઓથી દેશ બરબાદ થયો : વડા પ્રધાન

સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ ભારતના પહેલા ગૃહપ્રધાન અને નાયબ વડા પ્રધાન હતા. દેશનાં ૫૬૦ નાનાં-મોટાં રજવાડાંને તેમણે વિલીન કરીને એક અખંડ હિન્દુસ્તાનની કલ્પના કરી હતી, પરંતુ જમ્મુ-કાશ્મીરના મુદ્દે વધુ પડતા સંવેદનશીલ એવા પંડિત જવાહરલાલ નેહરુએ સરદારને કાશ્મીરના મુદ્દે કડક પગલાં લેતાં રોક્યા હતા. ત્યાર બાદ તો કૉન્ગ્રેસ પક્ષે સરદારની સતત ઉપેક્ષા કરી હતી. પોતાના ચૂંટણીપ્રવચનમાં અમિત શાહે પંડિત નેહરૂની ભૂલને હિમાલય જેવડી ગણાવી હતી.

new delhi amit shah sardar vallabhbhai patel national news