પ્રિયંકા ગાંધીની ટ્વિટર પર એન્ટ્રી, સૌથી પહેલા આમને કર્યા ફૉલો

11 February, 2019 01:03 PM IST  | 

પ્રિયંકા ગાંધીની ટ્વિટર પર એન્ટ્રી, સૌથી પહેલા આમને કર્યા ફૉલો

પ્રિયંકા ગાંધીનું ટ્વિટર અકાઉન્ટ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉમાં છે. લખનઉમાં રૉડ શો સાથે પ્રિયંકા ગાંધી રાજકીય સફરની શરૂઆત કરશે. આ રોડ શો પહેલા પ્રિયંકા ગાંધી સોશિયલ મીડિયામાં એન્ટ્રી કરી ચૂક્યા છે. કોંગ્રેસે સવારે ટ્વિટ કરીને પ્રિયંકા ગાંધી ટ્વિટર પર હોવાની માહિતી આપી. પ્રિયંકા ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ @priyankagandhiના નામથી છે.

ક્યારે બન્યું અકાઉન્ટ ?

પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર એન્ટ્રી કર્યા બાદ સતત તેમના ફોલોઅર્સ વધી રહ્યા છે. ટ્વિટર અકાઉન્ટ પ્રમાણે પ્રિયંકા ગાંધીનું આ અકાઉન્ટ 10 ફેબ્રુઆરીએ મોડી રાત્રે 10.45 વાગે બન્યું હતું.

કોને કોને ફોલો કર્યા ?

પ્રિયંકા ગાંધીએ સત્તાવાર એકાઉન્ટમાંથી કોઈ ટ્વિટ નથી કર્યું. જો કે તે સાત લોકોને ફોલો કરી રહ્યા છે. પ્રિયંકાએ પોતાના અકાઉન્ટમાંથી કૉંગ્રેસ, અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાહુલ ગાંધીને ફોલો કર્યા છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી અશોક ગેહલોત અને સચિન પાઈલટને પણ ફૉલો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ લખનઉમાં આજે પ્રિયંકા ગાંધીનો રોડ શૉ, રાહુલ ગાંધી પણ હશે સાથે

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ પ્રિયંકાને લોકસભાની ચૂંટણી માટે પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે, જે બાદ આજે પહેલીવાર પ્રિયંકા ગાંધી પહેલીવાર લખનઉ જઈ રહ્યા છે. ચાર દિવસ સુધી પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં જ રહેશે અને સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરશે.

priyanka gandhi Election 2019 Loksabha 2019