રેલવેનું ખાનગીકરણ કરવાની બાબત પાયાવિહોણી : ગોયલ

24 November, 2019 01:08 PM IST  |  Mumbai Desk

રેલવેનું ખાનગીકરણ કરવાની બાબત પાયાવિહોણી : ગોયલ

રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કેન્દ્ર સરકાર દ્વારા રેલવેનું ખાનગીકરણ કરવાની બાબતને પાયાવિહોણી ગણાવી છે. તેમના મત મુજબ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને સુઘડ સેવાઓ આપવા માટે રેલવેથી સંલગ્ન કેટલીક સેવાઓનું ખાનગીકરણ કરવામાં આવશે.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન તેમણે માહિતી આપી હતી કે સરકાર દ્વારા રેલવેના કુશળ સંચાલન માટે આગામી ૧૨ વર્ષમાં લગભગ ૫૦ લાખ કરોડ રૂપિયાની જરૂરત છે. આ ખર્ચને પહોંચી વળવા અને યાત્રીઓને સારી સેવાઓ પૂરી પાડવા માટે રેલવેની કેટલીક સેવાઓનું ખાનગીકરણ કરવાના પ્રસ્તાવ પર સરકાર વિચારી રહી છે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

piyush goyal national news indian railways