જમ્મુ કાશ્મીરમાં લાગ્યું રાષ્ટ્રપતિ શાસન

24 December, 2018 01:34 PM IST  |  Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં લાગ્યું રાષ્ટ્રપતિ શાસન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (ફાઇલ ફોટો)

અન્ય રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસસ બંધારણની કલમ 356 અંતર્ગત લાગુ કરવામાં આવે છે. જો કે જમ્મુ કાશ્મીરમાં રાજ્યના બંધારણની કલમ 92 અંતર્ગત પહેલા રાજ્યપાલ શાસન લાગુ થાય છે અને જરૂર પડે ત્યારે જ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે.

જ્મ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. આ સાથે જ રાજ્યના તમામ બંધારણીય અને નાણાકીય અધિકારો અને સંસદ પાસે છે. અત્યાર સુધી રાજ્યમાં રાજ્યપાલ શાસન હતું. હવે રાજ્યપાલે કોઈ પણ મોટો નીતિગત નિર્ણય લેતા પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે. તેઓ પોતાની મરજીથી કોઈ મહત્વનો નિર્ણય નહીં લઈ શકે. જો કે કેન્દ્રના પ્રતિનિધિ તરીકે રાજ્યના સત્તાવાર કામકાજ તો રાજ્યપાલ જ સંભાળશે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને મંગળવારે છ મહિના પૂરા થઈ ગયા. રાજ્યના બંધારણ પ્રમાણે રાજ્યપાલ શાસન છ મહિનાથી વધુ ન રાખી શકાય. જો આ છ મહિના દરમિયાન પણ નવી સરકાર ન બને તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે. રાજ્યપાલ આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે કામ કરશે.

અન્ય રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસસ બંધારણની કલમ 356 અંતર્ગત લાગુ કરવામાં આવે છે. જો કે જમ્મુ કાશ્મીરમાં રાજ્યના બંધારણની કલમ 92 અંતર્ગત પહેલા રાજ્યપાલ શાસન લાગુ થાય છે અને જરૂર પડે ત્યારે જ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે.

બંધારણ નિષ્ણાત અને પૂર્વ મંત્રી હર્ષદેવ સિંહના કહેવા પ્રમાણે રાજ્યની વિધાનસભા ભંગ થયા બાદ મુખ્યપ્રધાન અને મંત્રી પરિષદના અધિકાર રાજ્યપાલ પાસે હોય છે. રાષ્ટ્રપતિ શાસનમાં આ તમામ અધિકાર રાષ્ટ્રપતિ અને સંસદ પાસે રહે છે. રાજ્યપાલ હવે પોતાની મરજી મુજબ રાજ્યમાં કોઈ નવો કાયદો નહીં બનાવી શકે. કોઈ મોટી નાણાકીય રાહત નહીં આપી શકે. આ તમામ અધિકાર હવે સંસદ પાસે રહેશે.

પીડીપીના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસૈન બેગે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસનમાં રાજ્યપાલ તમામ મહત્વના મુદ્દા માટે કેન્દ્ર સરકાર અને સંસદની મંજૂરી લેવી પડશે.

ram nath kovind jammu and kashmir