NRC મામલે ગરમાયું રાજકારણ, ભાજપના વિરોધમાં આવ્યા પ્રશાંત કિશોર

21 November, 2019 03:07 PM IST  |  New Delhi

NRC મામલે ગરમાયું રાજકારણ, ભાજપના વિરોધમાં આવ્યા પ્રશાંત કિશોર

NRC મુદ્દે ઘમાસાણ

સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આખા દેશમાં NRC લાગૂ કરવાની વાત કર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મુદ્દા પર ભાજપ અને જેડીયૂ વચ્ચે મતભેદ નવી વાત નથી. એવામાં જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે અમિત શાહના નિવેદનની આલોચના કરી છે. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ અમિત શાહની આલોચના કરી છે. તો તેના જવાબમાં ગિરિરાજ સિંહે પ્રશાંસ કિશોર અને મમતા બેનર્જી પર હુમલો કર્યો છે.

પ્રશાંત કિશોરે કર્યું ટ્વીટ
જેડીયૂમાં પાર્ટી સુપ્રીમો નીતીશ કુમાર બાદના મોટા નેતાઓમાં સામેલ પ્રશાંત કિશોરે આ મામલે ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે દેશમાં 15થી વધુ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી નથી. આ રાજ્યોમાં દેશની 55 ટકા વસતી રહે છે. તેમણે આગળ લખ્યું છે કે આમાંથી કેટલા લોકો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો કે તેઓ પોતાના રાજ્યોમાં તેને લાગૂ કરવા માટે તૈયાર છે!

પીકેના નિશાને અમિત શાહ
પ્રશાંત કિશોરે પોતાના ટ્વીટમાં કોઈનું નામ તો ન લીધું, પરંતુ તેમના નિશાને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ છે. અમિત શાહ વડાપ્રધાન મોદીના કરીબી માનવામાં આવે છે. પ્રશાંત કિશોર જેડીયૂના છે અને અનેક મહત્વના મુદ્દા પર જેડીયૂ અને ભાજપ વચ્ચે મતભેદ છે.

આ પણ વાંચોઃ એનઆરસી સમગ્ર દેશમાં લાગુ થશેઃ અમિત શાહની સંસદમાં જાહેરાત

મમતાએ કર્યો પલટવાર
આ મામલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પલટવાર કરતા કહ્યું કે તેઓ પોતાના રાજ્યમાં એનઆરસી નહીં લાગૂ થવા દે. તેમણે આગળ કહ્યું કે કોઈ પણ ત્યાં રહેતા કોઈ પણ વ્યક્તિની નાગરિકના ન છીનવી શકે.

ગિરિરાજ સિંહે કર્યો હુમલો
ભાજપના નેતા ગિરિરાજ સિંહે પ્રશાંત કિશોર પર નિશાન સાધતા કહ્યું કે ગેરકાયદે છે તેની સાથે કોઈને પ્રેમ કેમ છે? આ મામલે સહમતિ કે અસહમતિનો કોઈ સવાલ જ નથી. NRC માત્ર એમની માટે છે જેઓ ગેરકાયદે અહીં રહે છે. આખરે ભારત કોઈ ધર્મશાળા તો નથી.

મમતા બેનર્જી પર નિશાન સાધતા ગિરિરાજસિંહે કહ્યું કે કોઈ કહે છે કે તેઓ NRC પોતાના રાજ્યમાં નહીં લાગૂ પડવા દે, પરંતુ આ દેશહિતમાં છે. જ્યાં ઘૂસણખોરો છે ત્યાં તેને લાગૂ કરવું જોઈએ.

amit shah mamata banerjee