પીએમ મોદી યુઝ કરે છે આ કંપનીનો સ્માર્ટ ફોન અને નેટવર્ક

17 September, 2019 02:56 PM IST  |  દિલ્હી

પીએમ મોદી યુઝ કરે છે આ કંપનીનો સ્માર્ટ ફોન અને નેટવર્ક

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં તઈ રહી છે. સોશિયલ મીડિયા પર જબરજસ્ત એક્ટિવ રહેતા પીએમ મોદી આજે ટ્વિટર પર #HappyBdayPMModiથી ટ્રેન્ડ કરી રહ્યા છે. પીએમ મોદીના જન્મદિવસ તેમના જીવન અંગેની કેટલીક રસપ્રદ વાતો ચર્ચાઈ રહી છે. ત્યારે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે પીએમ મોદી કઈ કંપનીનો કયો ફોન વાપર છે. હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા માટે આપણી જેમ તેઓ પણ સ્માર્ટફોનનો યુઝ કરે છે.

કયો ફોન વાપરે છે પીએમ મોદી ?

2018માં પીએમ મોદીએ ચીન અને દુબઈની મુલાકાત લીધી હતી. આ સત્તાવાર પ્રવાસ દરમિયાન તેઓ આઈફોનનો ઉપયોગ કરતા દેખાયા હતા. જો તમે એપલના ફેન નથી, તો તમને દુઃખ થઈ શકે છે કારણ કે દેશના વડાપ્રધાન તો આ જ કંપનીનો ફોન વાપરતા દેખાયા હતા. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીના હાથમાં આઈફોન 6 દેખાયો હતો. પીએમ મોદી ફક્ત સોશિયલ મીડિયા પર જ નહીં, ગેજેટ્સમાં પણ રસ ધરાવે છે. શક્ય છે કે એપલની સિક્યોરિટીને કારણે પણ પીએમ મોદી આ હેન્ડસેટનો ઉપયોગ કરતા હોય.

અમિત શાહ કયો ફોન વાપરે છે ?

પીએમ મોદીની જેમ અમિત શાહ પણ એપલની ડિવાઈસનો ઉપયોગ કરે છે. અમિત શાહ એપલ આઈફોન XSનો ઉપયોગ કરે છે. એપલનો આ હેન્ડસેટ ગત વર્ષે લોન્ચ કરાયો હતો.

કયું નેટવર્ક વાપરે છે પીએમ મોદી ?

પીએમ મોદી કયા નેટવર્ક એટલે કે કયા સીમકાર્ડનો ઉપયોગ કરે છે, તે વિશે બે વર્ષ પહેલા માહિતી સામે આવવી હતી. બે વર્ષ પહેલા પીએમ મોદી એક સ્ક્રીન શૉટ શૅર કર્યો હતો. આ સ્ક્રીનશૉટમાં વોડાફોનનું નેટવર્ક હતું. તેના પરથી જ અંદાજ લગાવાઈ રહ્યો છે કે પીએમ મોદી વોડાફોના નેટવર્કનો ઉપયોગ કરે છે. જો કે શક્ય છે કે તે બાદ પીએમ મોદીએ બીજા કોઈ નેટવર્ક કે હેન્ડસેટમાં સ્વિચ કર્યું હોય.

ટ્વિટર પર છે 5 કરોડ કરતા વધુ ફોલોઅર્સ

પીએમ મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ડિજિટલ ઈન્ડિયાના પ્લાન અંતર્ગત જ માત્ર ચાર વર્ષમાં ભારત મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વિશ્વમાં બીજા નંબરે પહોંચ્યું છે. ટ્વિટર પર ફોલોઅર્સમાં પીએમ મોદી વિશ્વના દિગ્ગજ નેતાઓ અને સેલિબ્રિટીઝ કરતા પણ આગળ છે. ટ્વિટર પ તેમના 5 કરોડ ફોલોઅર્સ છે. તો ફેસબુક પર તેમના 45 કરોડ અને ઈન્સ્ટાગ્રામ પર 2.83 કરોડ ફોલોઅર્સ છે.

narendra modi national news