આતંકી કસાબને લઈને મુંબઇ પોલીસ કમિશનરનો મોટો ખુલાસો...

18 February, 2020 08:41 PM IST  |  Mumbai Desk

આતંકી કસાબને લઈને મુંબઇ પોલીસ કમિશનરનો મોટો ખુલાસો...

મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ પોતાના પુસ્તકમાં મુંબઇ હુમલાને લઈને ખુલાસો કર્યો છે. તેમણે પોતાના પુસ્તક લેટ મી સેટ નાફમાં લખ્યું છે કે જો લશ્કરનો પ્લાન સફળ થઈ ગયો હોત તો બધાં જ સમાચારોમાં અને ટેલિવિઝન ચેનલ્સ પર 'હિન્દુ આતંકવાદ'નું જ હેડિંગ દેખાયું હોત.

તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 26 નવેમ્બર, 2008ના મુંબઇ હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ આમિર કસાબ જો ઘટનાસ્થળે જ મારી નાખવામાં આવ્યો હોત તો આજે દુનિયા આ ઘટનાને કદાચ હિંદુ આતંકવાદ માની રહી હોત. 26/11ની ઘટનાને અંજામ આપનારું પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તૈયબાએ આને ભારતના જ હિંદુઓની તરફથી કરવામાં આવેલા આતંકવાદી હુમલાનું સ્વરૂપ આપવાનું ખૂબ જ ખતરનાક ષડયંત્ર કર્યું હતું.

આ પુસ્તક પર પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કોંગ્રેસે હિંદુ આતંકવાદના નામ પર દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું કે આનું નુકસાન કોગ્રેસને વર્ષ 2014 અને 2019માં ભોગવવો પડ્યો. જનતાએ સંપૂર્ણપણે હરાવી દીધું. મારિયાના પુસ્તક પર પીયૂષ ગોયલે કહ્યું કે આ વાતો તેમને ત્યારે બોલવી જોઇતી હતી જ્યારે તે પોલીસ કમિશનર હતા. ગોયલે સવાલ કર્યો કે મારિયાએ આ બધી વાતો અત્યારે કેમ કહી?

પીયૂષ ગોયલે કહ્યું કે પહેલી વાત તો એ કે મારિયાએ આ બધી વાત અત્યારે કેમ કહી. જ્યારે તે પોલીસ કમિશનર હતા ત્યારે આ બધી વાતો કહેવી જોઇતી હતી. હકીકતે સર્વિસ રૂલ્સમાં જો કોઇ માહિતી વરિષ્ઠ પોલીસ અધિકારઓ પાસે છે તો તેના પર એક્શન લેવું જોઇતું હતું. મારા ખ્યાલે ખૂબ જ ઊંડું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા, યૂપીએ દ્વારા. અસત્ય અને દગાનો વધું એક નમૂનો તે સમયે અમે જોયો હતો. જ્યારે તેમણે સંપૂર્ણપણે ખોટું હિંદૂ ટેરર...ચિદંબરમ સાહેબના કહેવા પર ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

હું નિંદા કરું છું કોંગ્રેસની અને તે બધાં લોકોની જેમણે હિંદુ ટેરરના ખોટાં આરોપોથી તે સમયે દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તેનો ભોગવટો તેમને 2014માં અને 2019માં... દેશની જનતાએ તેમને સારી રીતે હરાવી દીધી. હું સમજું છું કે ટેરરનો કોઇ ધર્મ હોતો નથી. ટેરરિસ્ટ ટેરરિસ્ટ હોય છે અને ખોટાં આરોપો પર કેટલાક લોકોને ફસાવવાનો પ્રયત્ન કોંગ્રેસે કર્યો હતો જેની અમારી સરકાર નિંદા કરે છે.

મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાના પુસ્તક પર ભાજપ નેતા રામ માધવે કહ્યું કે પુસ્તકના માધ્યમે એક મોટો ખુલાસો થયો છે. જેમ કે આમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના આઇએસઆઇ દ્વારા કરવામાં આવેલું ષડયંત્ર સફળ થઈ શક્યું નહીં, પણ કેટલાક કોંગ્રેસ નેતાઓ અને અન્ય લોકોએ આને સફળ બનાવવાના પ્રયત્ન તે વખતે કર્યા હતા.

national news 26/11 attacks the attacks of 26/11 piyush goyal congress bharatiya janata party