સતત પાંચમા દિવસે સસ્તુ થયું પેટ્રોલ, જાણો શું છે તમારા શહેરમાં કિમત

13 May, 2019 11:02 AM IST  | 

સતત પાંચમા દિવસે સસ્તુ થયું પેટ્રોલ, જાણો શું છે તમારા શહેરમાં કિમત

ફાઈલ ફોટો

સરકારી ઓઈલ વિતરણ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલની કિમતમાં ઘટાડો કર્યો છે. ઓઈલ કંપનીએ ચાર મેટ્રો શહેરની સાથે સાથે અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિમતમાં સતત ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રોજની કિમતો કરતા પેટ્રોલમા 30 પૈસા જેટલો જ્યારે ડીઝલમાં 13થી 14નો ઘટાડો કરવામાં આવ્યો છે.

સોમવારે નવી મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 41 પૈસા જેટલી કિમત ઘટીને 77.34 રુપિયા થઈ હતી જે પહેલા 77.75 રુપિયા હતી. ગુજરાતમાં પેટ્રોલની કિમત 70ની નીચે પહોચી ગઈ છે. 5 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 1.50થી 2 રુપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Happy Birthday:જુઓ 'બેબી ડોલ' સની લિઓનીની લાઈફસ્ટાઈલ

અમેરિકા દ્વારા વિશ્વમાં ઈરાની આયાત થતા ક્રૂડ ઓઈલ પર બેન મુકવામાં આવ્યો છે. આ બેનના કારણે ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવાની શક્યતા હતી જો કે ભારતમાં સ્થિતિ વિપરિત જોવા મળી છે. જો કે આ શક્યતાઓથી વિપરીત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા 5 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

national news