બીજેપીની હાર નક્કી, મોદીજી માત્ર વાતો કરે છે : પ્રિયંકા ગાંધી

13 May, 2019 11:48 AM IST  |  નવી દિલ્હી | (જી.એન.એસ.)

બીજેપીની હાર નક્કી, મોદીજી માત્ર વાતો કરે છે : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યા બાદ એવો દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી આ વખતે સત્તા પરથી ફેંકાઈ જશે. પ્રિયંકાએ એમના પતિ રોબર્ટ વાડ્રાની સાથે મધ્ય દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં સરદાર પટેલ વિદ્યાલય ખાતે જઈને મતદાન કર્યું હતું.

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું કે ‘દેશના, ખાસ કરીને ઉત્તર પ્રદેશના નાગરિકો બીજેપીની સરકારથી નારાજ છે. સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપી ચૂંટણી હારી રહ્યો છે. મને આશા છે કે દિલ્હીમાં પણ પરિણામ કૉંગ્રેસની તરફેણમાં આવશે.’

આ પણ વાંચો : સતત પાંચમા દિવસે સસ્તુ થયું પેટ્રોલ, જાણો શું છે તમારા શહેરમાં કિમત

પ્રિયંકાએ કહ્યું કે ‘અમે સામાન્ય જનતાને માઠી અસર કરતા પ્રશ્નો ઉઠાવ્યા છે જ્યારે મોદીજી મહત્વ ન હોય એવી વાતો કર્યા કરે છે. લોકોને ૧૫-૧૫ લાખ રૂપિયા આપવાના વચન વિશે મોદી કંઈ જવાબ આપતા નથી. દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાનું અને કિસાનોની આવક વિશે પણ બીજેપીએ વચનો આપ્યાં હતાં. રાહુલજીએ આવા પ્રશ્નો પર જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો તો એમાં પણ મોદીજીએ કોઈ જવાબ આપ્યો નથી.’

priyanka gandhi national news narendra modi bharatiya janata party congress