રાજસ્થાન: જયપુર જેલમાં પાકિસ્તાની કેદીની મારી-મારીને હત્યા

20 February, 2019 05:12 PM IST  |  જયપુર

રાજસ્થાન: જયપુર જેલમાં પાકિસ્તાની કેદીની મારી-મારીને હત્યા

પાકિસ્તાની કેદીની થઈ હત્યા.

રાજસ્થાનની જયપુર જેલમાં પાકિસ્તાની કેદીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, જયપુર જેલમાં બંધ કેટલાક કેદીઓએ મળીને પાકિસ્તાની કેદીની હત્યા કરી દીધી છે. માર્યા ગયેલા કેદીની ઓળખ શાકિર ઉલ્લાહ તરીકે થઈ છે. જણાવવામાં આવે છે કે પુલવામા હુમલા પછી કેદીઓમાં વિવાદ ચાલી રહ્યો હતો.

બુધવારે ત્રણ-ચાર કેદીઓએ શાકિરની સાથે મારપીટ કરી, જેનાથી તેનું મોત થઈ ગયું. આ કેદી આતંકી ગતિવિધિઓના મામલે જેલમાં બંધ હતો. જેલ આઇજી રૂપેન્દ્ર સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે. આ ઘટના પછી હોબાળો થયો છે. સ્થળ પર પહોંચેલા ટોચના અધિકારીઓ જેલમાં બંધ અન્ય કેદીઓની પૂછપરછ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક સરબજીત પર મે, 2013માં ત્યાંના કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં થયેલી ઇજાના કારણે તે કોમામાં જતો રહ્યો હતો અને ત્યારબાદ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના પછી, 8 મે, 2013ના રોજ કોટ ભલવાલ જેલમાં એક કેદી વિનોદકુમાર જે ભારતીય સેનાનો પૂર્વ સૈનિક હતો, તેની સાથે સામાન્ય ઝઘડો થયા પછી પાકિસ્તાન નિવાસી એક અન્ય કેદી સનાઉલ્લાહ પર ઘાસ કાપવાના ઓજારથી હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. ત્યારબાદ ચંદીગઢના પીજીઆઇ હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો: રાજસ્થાન: લગ્નમાં લોકો પર ચડી ગઈ સ્પીડમાં આવતી ટ્રક, 13નાં મોત, 24 ઘાયલ

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સનાઉલ્લાહ પર હુમલે તે સમયે થયો જ્યારે તે ઘાસ કાપી રહ્યો હતો. સનાઉલ્લાહ હક પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી હતો. તેની વર્ષ 1996માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર હત્યા સહિત કુલ આઠ મામલાઓ ચાલી રહ્યા હતા. તેમાંથી બેમાં તેને જનમટીપની સજા સંભળાવવામાં આવી હતી. તેના પર હુમલો કરનારો ભારતીય સેનાનો પૂર્વ સૈનિક વિનોદકુમાર કોટ ભલવાલ જેલમાં 2007થી બંધ હતો. લદાખમાં તહેનાતી દરમિયાન વિનોદ પર પોતાના એક સહકર્મીની હત્યાનો આરોપ હતો. કોર્ટ માર્શલમાં તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

rajasthan jaipur pakistan