Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાન: લગ્નમાં લોકો પર ચડી ગઈ સ્પીડમાં આવતી ટ્રક, 13નાં મોત, 24 ઘાયલ

રાજસ્થાન: લગ્નમાં લોકો પર ચડી ગઈ સ્પીડમાં આવતી ટ્રક, 13નાં મોત, 24 ઘાયલ

19 February, 2019 01:30 PM IST | છોટી સાદડી, રાજસ્થાન

રાજસ્થાન: લગ્નમાં લોકો પર ચડી ગઈ સ્પીડમાં આવતી ટ્રક, 13નાં મોત, 24 ઘાયલ

રાજસ્થાનમાં થયો અકસ્માત

રાજસ્થાનમાં થયો અકસ્માત


રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના છોટી સાદડી વિસ્તારમાં પ્રતાપગઢ-ચિતોડગઢ (દાહોદ-ચિતોડગઢ) હાઇવે પર 13થી વધુ લોકોના ટ્રક નીચે કચડાઈ જતા મોત થઈ ગયાં. અકસ્માત સોમવારે રાતે લગભગ સાડા નવ વાગે થયો.

ઘટનાસ્થળ મધ્યપ્રદેશના નીમચ જિલ્લા મુખ્યાલયથી લગભગ 20 કિલોમીટરના અંતરે છે. મળતી માહિતી પ્રમાણે, છોટી સાદડી વિસ્તારમાં અંબાવલી પાસે રામદેવ (સ્વરૂપગંજ) ગામમાં હનુમાન ચોક પર ગાડોલિયા સમાજના એક પરિવારે કાઢેલા બાના (લગ્ન પહેલા દુલ્હનને લઇને ગામમાં નીકળતું સરઘસ)માં એક બેકાબૂ થઈ ગયેલો ટ્રક ઘૂસી ગઇ અને અનેક લોકો તેના ઝપાટામાં આવી ગયા.



અકસ્માતમાં 24 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. તેમને છોટી સાદડીની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાંથી 22 ઘાયલોને ઉદયપુર રિફર કરવામાં આવ્યા છે. તેમાં દુલ્હન પણ સામેલ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ટ્રક નિંબાહેડાથી પ્રતાપગઢ જઇ રહી હતી. તેમાં કોલસો ભરેલો હતો. દુર્ઘટના પછી ડ્રાઇવર ટ્રક છોડીને ભાગી ગયો.


આ પણ વાંચો: બેંગ્લુરૂના એર શૉમાં મોટો અકસ્માત, કરતબ કરી રહેલા બે એરક્રાફ્ટ ટકરાયા

પ્રતાપગઢ જિલ્લાના કલેક્ટર રામસિંહ રાજપુરોહિત અને એસપી અનિલકુમાર પણ રાતે હોસ્પિટલ પહોંચ્યા. દુર્ઘટનાની જાણકારી મળવા પર છોટી સાદડી હોસ્પિટલમાં મદદ માટે આખું નગર ઉમટી પડ્યું.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 01:30 PM IST | છોટી સાદડી, રાજસ્થાન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK