જમ્મુ કાશ્મીરઃસરહદી અરનિયા વિસ્તારમાંથી પકડાયું પાકિસ્તાની કબૂતર

16 April, 2019 11:56 AM IST  |  જમ્મુ

જમ્મુ કાશ્મીરઃસરહદી અરનિયા વિસ્તારમાંથી પકડાયું પાકિસ્તાની કબૂતર

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો ખુલાસો થયો છે. સ્થાનિકોએ પાકિસ્તાની કબૂતર પકડીને પોલીસને સોંપી દીધું છે. પકડાયેલા કબૂતર પર ઉર્દુમાં લખાણ છે અને 1 નંબર લખેલો છે. સ્થાનિકોએ અરનિયાના દેવીગઢ વિસ્તારમાં સૈન્યના શિબિર પાસેથી આ કબૂતરને પકડી પાડ્યું છે.

સોહનલાલ નામના સ્થાનિકે સૌથી પહેલા આ કબૂતર જોયું હતું. બાદમાં તેણે કબૂતર પોલીસને સોંપી દીધું. પોલીસે કબૂતર પર લખેલું લખાણ વાંચ્યું તો તેના પર રફીકી જટ્ટનું નામ હોવાનો ખુલાસો થયો સાથે જ નંબર D345-4650397 લખેલો છે. પોલીસ આ નંબરને ડી કોડ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે કબૂતર પર લખેલું નામ તેના માલિકનું હોઈ શકે છે. પરંતુ આ નંબર શંકાસ્પદ છે.

આ પણ વાંચોઃ મળો વિશ્વની સૌથી હોટ પોલીસ ઓફિસરને, જેને મળવા ગુનો આચરવા તૈયાર થાય છે લોકો

પોલીસને શંકા છે કે આ કબૂતરનો જાસૂસીમાં ઉપયોગ થઈ શકે છે. પોલીસ હાલ આ નંબરની તપાસ કરી વધુ માહિતી શોધી રહી છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આ રીતે પક્ષીઓ સાથે કેમેરા મોકલીને પાકિસ્તાન ભારતની જાસૂસી કરાવી શકે છે.

national news jammu and kashmir pakistan