PMને આમંત્રિત નહીં કરે પાકિસ્તાન, ઉદ્ઘાટનમાં મનમોહન સિંહને આમંત્રણ આપશે

01 October, 2019 02:11 PM IST  |  નવી દિલ્હી

PMને આમંત્રિત નહીં કરે પાકિસ્તાન, ઉદ્ઘાટનમાં મનમોહન સિંહને આમંત્રણ આપશે

મોદી, મનમોહન સિંહ

નવી દિલ્હી : (જી.એન.એસ.) કલમ ૩૭૦ રદ કરાયા બાદ પાકિસ્તાન નિતનવા પેંતરા કરી રહ્યું છે. આતંકીઓને આશ્રય આપવા માટે વિશ્વ સમક્ષ ખુલ્લું પડી ગયેલું પાકિસ્તાન હવે બેશરમ બનીને નવીન હથકંડા અજમાવી રહ્યું છે. કરતારપુર કૉરિડોરના બહાને પાકિસ્તાન નવી ચાલ ચાલી રહ્યું છે. પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે તે કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને આમંત્રણ પાઠવશે. તેમ જ પાકિસ્તાન સરકાર નરેન્દ્ર મોદીને આમંત્રિત નહીં કરે. સમગ્ર વિશ્વમાં વસતા સિખ સમુદાયના શ્રદ્ધાળુઓ માટે કરતારપુર સાહિબ મહત્ત્વનું ધાર્મિક સ્થળ છે. આગામી ૯ નવેમ્બરે કરતારપુર કૉરિડોર ભારતીય સિખ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.

પાકિસ્તાન કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. તેમ જ આ મામલે વિશ્વ મંચ પરથી પાકિસ્તાનને લપડાક મળી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ ભારતે પાકિસ્તાનને સણસણતા સવાલો કરતાં ઊભી પૂંછડીએ નાઠ્યું હતું તેમ જ યુએનજીએમાં પણ પોતાનાં ભાષણ દરમ્યાન પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને માત્ર કાશ્મીરમાં માનવઅધિકાર ભંગનો લવારો કર્યો હતો. જો કે વિશ્વભરમાંથી આવેલા નેતાઓ પર તેમની વાતોની કોઈ અસર થઈ નથી. અનેક વખત પાકિસ્તાન સરકારના પ્રધાનોએ યુદ્ધ કરવાની લુખ્ખી ધમકી આપી છે.

new delhi narendra modi manmohan singh