જમ્મુ-કાશ્મીરમાં ૨૦૦૦થી વધુ વખત પાકિસ્તાને કર્યું સીઝ‍ફાયરનું ઉલ્લંઘન

16 September, 2019 07:36 AM IST  | 

જમ્મુ-કાશ્મીરમાં ૨૦૦૦થી વધુ વખત પાકિસ્તાને કર્યું સીઝ‍ફાયરનું ઉલ્લંઘન

પાકિસ્તાન દ્વારા સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન પર ભારતીય વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે રવિવારે જણાવ્યું કે આ વર્ષે પાકિસ્તાને ૨૦૫૦થી વધુ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું અને આમાં ૨૧ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. ઉલ્લંઘનની આ ઘટનાઓમાં સરહદ પર આતંકવાદીઓની ઘૂસણખોરી પણ સામેલ છે.

રવીશ કુમારે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનને અનેક વખત અપીલ કરી હતી કે તેઓ ૨૦૦૩ની સીઝ ફાયર સમજૂતીનું ઉલ્લંઘન ન કરે અને પોતાના સૈનિકોને સરહદ પર શાંતિ અને સંયમ બનાવી રાખવાના આદેશ આપે. તેમ છતાં, તેમણે સહરદ પર આવી ઘટનાઓને છાસવારે અંજામ આપ્યો હતો અને ભારતીય જવાનોએ આનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.

આ પણ વાંચો: સુબ્રમણ્યમ સ્વામીની આગાહી એક વર્ષમાં પીઓકે ભારતનો હિસ્સો હશે

પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક સમયથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે. આના જવાબમાં ભારતીય સેનાએ ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ના હાજીપુર સેક્ટરનો શનિવારે એક વિડિયો સામે આવ્યો હતો જેમાં પાકિસ્તાની સૈનિક સફેદ ઝંડો બતાવીને તેમના જવાનોના મૃતદેહ લઈ જતા દેખાઈ રહ્યા હતા.

pakistan gujarati mid-day