પાકિસ્તાનની અવળચંડાઈ : ટ્રેન પછી હવે લાહોર બસ-સેવા બંધ કરી

11 August, 2019 10:19 AM IST  |  લાહોર

પાકિસ્તાનની અવળચંડાઈ : ટ્રેન પછી હવે લાહોર બસ-સેવા બંધ કરી

લાહોર બસ-સેવા બંધ કરી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાથી પાકિસ્તાન અકળાઈ ગયું છે. ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડ્યા બાદ પાકિસ્તાને ગુરુવારે બન્ને દેશો વચ્ચે દોડતી સમજૌતા એક્સપ્રેસને વાઘા બૉર્ડર પર રોકી દઈને પોતાના ડ્રાઇવર અને ગાર્ડને પરત બોલાવી લઈને નફ્ફટાઈનું પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ હવે એણે દિલ્હી અને લાહોર વચ્ચેની બસ-સેવા પણ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.

સમજૌતા એક્સપ્રેસ રેલવે-સેવા રોકી દેવાયા બાદથી જ અટકળો શરૂ થઈ ગઈ હતી કે બન્ને દેશ વચ્ચેની આ બસ- સેવાને પણ પાકિસ્તાન ટૂંક સમયમાં જ રોકી શકે છે. ગુરુવારે સાંજે પાકિસ્તાન પર્યટન વિકાસ નિગમની જે બસ દિલ્હીથી લાહોર માટે રવાના થઈ એમાં ફક્ત ચાર પ્રવાસીઓ જ પ્રવાસ કરી રહ્યા હતા, જ્યારે પાકિસ્તાનથી બસ દિલ્હી પહોંચી ત્યારે એમાં ફક્ત ત્રણ પ્રવાસી જ પ્રવાસ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : ગૌશાળામાં એકસાથે 100 ગાયનાં મોત થતાં અરેરાટી

દિલ્હી-લાહોર બસ-સેવાની શરૂઆત ૧૯૯૯માં સ્વ. અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન થઈ હતી. ૨૦૦૧માં જ્યારે ભારતીય સંસદ પર હુમલો થયો હતો ત્યારે આ બસ-સેવાને રોકી દેવામાં આવી હતી. ભારત તરફથી દિલ્હી પરિવહન નિગમની બસ લાહોર જાય છે.

pakistan lahore amritsar national news