પુણેમાં વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા 15 લોકોના મોત

29 June, 2019 11:19 AM IST  | 

પુણેમાં વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા 15 લોકોના મોત

વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા 15 લોકોના મોત

મહારાષ્ટ્રના પુણેના કોંઢવા વિસ્તારમાં દીવાલ પડવાના કારણે દીવાલ ધરાશાયી થઈ છે. એક સોસાયટીની દીવાલ બાજુની ઝૂંપડપટ્ટી પર પડતા 15 લોકોના મોત થયા છે. વરસાદના કારણે 60 ફૂટની દીવાલ ધરાશાયી થઈ હોવાથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કાદવમાં દબાઈ ગયા હતા જેમાં 15 લોકોના મોત થયા છે અને હજુ પણ લોકો દટાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દીવાલ પડતાની સાથે NDRF ટીમ પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ધરાશાયી દીવાલમાં મૃત્યુ પામેલા લોકો બિહારના કટિહાર જિલ્લાના બઘાર ગામના હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના પછી પુણેના જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે ઘટના સામે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભારે વરસાદના કારણે દીવાલ પડી ગઈ હતી.આ ઘટનામાં કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારી સામે આવી છે . 15 લોકોના મોત કોઈ નાની બાબત નથી. મૃત્યુ પામેલા મજૂરો બિહાર અને બંગાળના છે. સરકાર ઈજાગ્રસ્તને મદદ કરશે.

આ પણ વાંચો: મુંબઈમાં ફરી આફતનો વરસાદઃ હાઈ અલર્ટ કરવામાં આવ્યું જાહેર

મૃત્યુ પામેલા લોકોમાં આલોક શર્મા. મોહન શર્મા, અજય શર્મા, અભંગ શર્મા, રવિ શર્મા, લક્ષ્મીકાંત સહાની, અવધેત સિંહ, સુનીલ સિંહ, ઓવી દાસ, સોનાલી દાસ, વિમા દાસ, સગીતા દેવીની ઓળખ કરવામાં આવી છે. હજુ પણ વધારે લોકોના નામ સામે આવશે

mumbai rains gujarati mid-day