નામદારો હંમેશા કામદારોને અપશબ્દો કહે છેઃ PM મોદી

20 March, 2019 06:31 PM IST  | 

નામદારો હંમેશા કામદારોને અપશબ્દો કહે છેઃ PM મોદી

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના ચૌકીદાર હી ચોર હૈના નારા સામે મેં ભી ચૌકીદાર કેમ્પેઈન શરૂ કર્યું છે. આ જ કેમ્પેઈન અંતર્ગત વડાપ્રધાન મોદીએ આજે દેશના 25 લાખ ચોકીદારો સાથે સંવાદ કર્યો. વડાપ્રધાન મોદીએ ચોકીદારો સાતે ઓડિયો સંવાદ કર્યો, જેમાં તેમણે રાહુલ ગાંધી પર આડકતરી રીતે નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે રીતે કેટલાક લોકો ચોકીદારને ચોર કહી રહ્યા છે, તે દુઃખદ બાબત છે. ચોકીદારો માટે કામ જ તહેવાર છે. બુરાઈઓ સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે આખો દેશ ચોકીદાર બનવાની શપથ લઈ રહ્યો છે.

ચોકીદારો સાથે સંવાદ દરમિયાન વડાપ્રધાન મોદીએ માફી માગી. વડાપ્રધાન મોદીએ કહ્યું. “દેશમાં સૌથી પહેલાં ચોકીદારીનું કામ કરનાર, સરહદ પર કામ કરનાર, પોલીસના જવાનોની માફ માંગુ છું. કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અનાપ શનાપ બોલવાનું શરૂ કરી દીધું, એ લોકોએ દરેક ચોકીદારને ચોર ચોર કહી દીધા. તે લોકો મારા નામ સાથે બોલતા તો તમને નુકશાન થતું પરંતુ તેમનામાં હિમ્મત નહોતી. આવા લોકોની હિમ્મત અહીં અટકવાની નથી. તે નવી નવી ચીજો ખોજશે, ક્યાંક કોઈ ચોકીદારથી ભૂલ થઈ હશે તો તેને બદનામ થશે. ”

આ પણ વાંચોઃ BJP 70 વર્ષોનું રટણ બંધ કરે, દરેક બાબતની એક્સપાયરી ડેટ હોય છે : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ પર પ્રહાર

સાથે જ ફરી એકવાર વડાપ્રધાન મોદીએ નામદાર-કામદારનો પણ ઉલ્લેખ કર્યો. કોંગ્રેસના નેતાઓને નામદાર અને પોતાને કામદાર ગણાવી પીએમ મોદીએ કહ્યું કે કામદારો પ્રત્યે નફરત ફેલાવવી તે નામદારોની આદત છે. કામદાર ભલે વડાપ્રધાન બની જાય તેમ છતાંય નામદારો અપમાન જ કરશે. લોકો નામથી નહીં કામથી મોટા થતા હોય છે. હું ચોકીદારોને દેશવાસીઓને સંદેશ આપું છું. આગળ વધવાનું છે. ડૉક્ટર, એન્જિનિયર, વડાપ્રધાન બનાવવાના છે. આપણે આપણા સંતાનોની અંદર દેશનો ચોકીદાર જીવતો રહેવો જોઈએ.

narendra modi Election 2019