પીએમ મોદીનો વારાણસીમાં રોડ શૉ શરૂ, મોદી મોદીના થયા નારા

25 April, 2019 06:06 PM IST  | 

પીએમ મોદીનો વારાણસીમાં રોડ શૉ શરૂ, મોદી મોદીના થયા નારા

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં મેગા રોડ શો અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુરુવારે 4.30 કલાકે બાબતપુર સ્થિત લાલ બહાદૂર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનથી પહોંચ્યા. એરપોર્ટથી તે હેલિકૉપ્ટરમાં બીએચયૂ સ્થિત હેલિપૈડ માટે નીકળ્યા, જ્યાં તે સાંદે 5 વાગ્યે પહોંચ્યા. ત્યાર પછી સિંહ દ્વાર પર સાંજે સવા પાંચ વાગ્યે તેઓ પં.મહામના મદન મોહન માલવીયની પ્રતિમા પર પાલ્યાર્પણ કરીને રોડ શોની શરૂઆત કરી છે. આ રોડ શો દશાશ્વમેઘ ઘાટ સુધી જઇને મોડી સાંજે પૂરો થશે જેમાં પ્રધાનમંત્રી ગંગા આરતીમાં સામેલ થશે. આખા રોડ શો દરમિયાન લાખો લોકો પીએમનું સ્વાગત કરવા માટે લંકા ગેટથી દશાશ્વમેઘ ઘાટ સુધી રહેશે.

ઉલ્લેખનીય છે કે આવતી કાલે એટલે કે મોદી ૨૬ એપ્રિલે અહીંથી ફૉર્મ ભરશે. ઘણાં રાજ્યના મુખ્ય પ્રધાનની ફોજ અહીં મોરચો સંભાળવા આવી રહી છે. BJP શાસિત તમામ રાજ્યના મુખ્ય પ્રધાન ઉપરાંત બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આવવાના પણ સમાચાર છે.

૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે વડા પ્રધાન મોદીનો રોડ-શો ખાસ રહેશે. મિની ઇન્ડિયા સાથે બનારસની ઓળખ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા દરેક રંગ જોવા મળશે. પાંચ લાખની ભીડ ભેગી કરવાનું લક્ષ રખાયું છે. કમળ રથ પર ૧૦ કિલોમીટરનું અંતર કાપીને ઉમેદવારી પત્રક ભરવા પહોંચશે.

આ પણ વાંચો : વારાણસીમાં નરેન્દ્ર મોદી 26 એપ્રિલે ભરશે ઉમેદવારીપત્રક

ગઈ વખતે સંસદસભ્ય ચૂંટાયાના આગામી દિવસે મોદી ગંગાતટ પર પહોંચ્યા હતા, પરંતુ આ વખતે ઉમેદવારી પત્રક ભર્યા પહેલાં ૨૫ એપ્રિલે ગંગાની પૂજા કરશે અને આરતીમાં સામેલ થશે. ચૂંટણી રથ શહેરના જૂના વિસ્તારોથી થઈને ગંગા તટ પર ખતમ થશે.

narendra modi varanasi