થાઇલેન્ડની પ્રમુખ બેઠકોમાં ભાગ લઈને આજે સ્વદેશ પાછા ફર્યા પીએમ મોદી

05 November, 2019 01:49 PM IST  |  Mumbai Desk

થાઇલેન્ડની પ્રમુખ બેઠકોમાં ભાગ લઈને આજે સ્વદેશ પાછા ફર્યા પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આસિયાન સમ્મેલન, પૂર્વ એશિયા સમ્મેલન તેમજ ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સમ્મેલનમાં હાજરી આપ્યા પથી સ્વદેશ પાછા આવી રહ્યા છે. આ પ્રવાસમાં તેમણે ઑસ્ટ્રેલિયા અને વિયતનામના પોતાના સમકક્ષો સાથે પણ મુલાકાત કરી જણાવીએ કે વડાપ્રધાન આસિયાન સમ્મેલન, પૂર્વી એશિયા સમ્મેલન તથા ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સમ્મેલનમાં હાજરી આપવા માચે બેન્કૉકમાં હતા. વડાપ્રધાન મોદી શનિવારે થાઈલેન્ડની રાજધાની બેન્કૉક ગયા હતા.

પીએમ મોદી ત્રણ નવેમ્બરના 16મા આસિયાન-ભારત શિખર સમ્મેલનમાં ભાગ લેશે. તે ચાર નવેમ્બરના પૂર્વી એશિયા શિખર સમ્મેલન અને એક ક્ષેત્રીય વ્યાપક આર્થિક પાર્ટનરશિપ પર વાતચીત કરનારા દેશોની ત્રીજી બેઠકમાં પણ ભાગ લેશે. મોદી અહીં શનિવાર સાંજે (બે નવેમ્બરે) એક ઇનડોર સ્ટેડિયમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.

તેમની યાત્રા એવા સમયે થઈ જ્યારે એશિયા પ્રશાંત ક્ષેત્રના 16 દેશો વચ્ચે એક બૃહદ વ્યાપાર સોદાને લઈને વાત ચાલી રહી છે. ભારતે સોદા પર સહી કરવાની છે. તેની માટે ભારત પોતાના કૂટનૈતિક પ્રયત્નો કરી રહ્યો છે. યાત્રા દરમિયાન વડાપ્રધાને બેન્કૉકમાં 'સ્વાસદી પીએ મોદી' કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. વડાપ્રધાન ગુરુ નાનક દેવના 550મા પ્રકાશ પર્વના અવસરે એક સ્મારક સિક્કો પણ જાહેર કર્યો.

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

ચાર નવેમ્બરે વડાપ્રદાન 14માં પૂર્વ એશિયા શિખર સમ્મેલન અને એખ ક્ષેત્રીય વ્યાપાર આર્થિક ભાગીદારી (આરસીઇપી) સોદા પર વાતચીત કરતાં દેશીની ત્રીજી શિખર બેઠકમાં ભાગ લેશે. આ અવસરે સંચાર, આર્થિક ભાગીદારી, સાઈબર સુરક્ષા સહિત કેટલાય મુદ્દા પર સકારાત્મક ચર્ચા થઈ. તેની સાથે જ મોદીએ ઈસ્ટ એશિયા સમિટના પ્રમુખ દેશોથી વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. જણાવીએ કે આિયાનના દસ પ્રમુખ દેશોમાં બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાન્માર, સિંગાપુર, થાઈલેન્ડ, ફિલીપિન્સ, લાઓસ અને વિયતનામ જેવા પ્રમુખ રાષ્ટ્રો સામેલ છે. આની સાથે જ ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ છ એફટીએ પાર્ટનર્સ છે.

narendra modi thailand national news