જે લોકો છે ભ્રષ્ટ, તેમને જ મોદીથી કષ્ટઃPM મોદી

12 February, 2019 03:25 PM IST  |  કુરુક્ષેત્ર

જે લોકો છે ભ્રષ્ટ, તેમને જ મોદીથી કષ્ટઃPM મોદી

કુરુક્ષેત્રમાં પીએમ મોદી

વડાપ્રધાન મોદી આજે કુરુક્ષેત્રની મુલાકાતે છે. કુરક્ષેત્રમાં સભાને સંબોધન દરમિયાન પીએમ મોદીએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સાથે જ કોંગ્રેસ પણ નિશાન સાધ્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મેં સ્વચ્છતા અને શૌચાલયની વાત કરી તો મારું અપમાન કરવામાં આવ્યું, મજાક ઉડાવવામાં આવી હતી. દેશમાં ગંદકી અને ભ્રષ્ટાચારની સફાઈનું અભિયાન ચાલુ જ રહેશે. જે લોકો ભ્રષ્ટ છે, તેમને જ મોદીથી કષ્ટ છે.

તો પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ નામ લીધા વિના ગાંધી પરિવાર પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોઈ પદેશ ઈતિહાસમાંથી શીખીને આગળ વધે છે. પરંતુ કેટલાક લોકો માટે દેશનો ઈતિહાસ 1947 બાદ જ શરૂ થાય છે. તેમાં બસ એક જ પરિવારની આસપાસ ઈતિહાસ લખાયો છે.

પીએમ મોદીએ સ્વચ્છ શક્તિ 2019માં સ્વચ્છતા મંત્ર આપવાની સાથે વિરોધીઓ પર હુમલા કર્યા. તેમણે કહ્યું કે,'તમે મને દેશનો ચોકીદાર બનાવ્યો પરંતુ કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે મારી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આ તે જ લોકો છે, જેમને મોદીથી ડર લાગે છે.'

આ પણ વાંચોઃ આખરે શું છે એ ઈમેઈલમાં, જેના આધારે રાહુલ ગાંધીએ PM પર કર્યા ગંભીર આરોપો !

પીએમ મોદીએ કહ્યું,'સાડા ચાર વર્ષ પહેલા તમે પૂર્ણ બહુમતની સરકાર બનાવી. પ્રામાણિક વ્યવસ્થા લાવવા માટે તમે અમને વોટ આપ્યા. અમે એ જ વિશ્વાસને સાચો સાબિત કરતા વચેટિયાઓ અને ભ્રષ્ટાચારીઓને સિસ્ટમમાંથી હટાવ્યા છે. કેટલાક લોકો બસ મોદીને ગાળો દેવા, તપાસ એજન્સીઓને ધમકાવવા અને ન્યાય વ્યવસ્થાને પ્રભાવિત કરવાનું જ કામ કરી રહ્યા છે.'

narendra modi Election 2019 Loksabha 2019