લોકસભામાં પીએમ મોદીએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન, કર્યા આકરા પ્રહાર

25 June, 2019 07:24 PM IST  |  દિલ્હી

લોકસભામાં પીએમ મોદીએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન, કર્યા આકરા પ્રહાર

Image Courtesy: PTI

લોકસભાના બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે જ સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષની બોલાચાલી પણ શરૂ થઈ ચૂકી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવા દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે જનતા માટે 5 વર્ષ સુધી ઝઝુમવાની તપસ્યાનું ફળ અમને મળ્યું છે. કોણ હાર્યું કોણ જીત્યું એ મહત્વનું નથી, પણ મારી નજરમાં દેશવાસીઓના સપના અને તેમની આશા રહે છે. અમારી સરકાર ગરીબો માટે છે.

તો પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જો 125 કરોડ દેશવાસીઓના સપનોને સાચા કરવા છે, તો નાનો વિચારવાનો હક પણ નથી. આજે 25 જૂને આપણે લોકતંત્રના પ્રતિ આપણા સમર્પણ, સંકલ્પ અને તાકાત સાથે સમર્પિત કરવી પડશે. જે પણ આ પાપના ભાગીદાર હતા, આ કલંક ક્યારેય ધોવાશે નહીં. આ કલંકને એટલા માટે સતત સ્મરણ કરવાની જરુર છે કે જેથી ફરી કોઈ આવું પાપ ના કરી શકે. આજે 25 જૂન છે, 25 જૂનની એ રાત જ્યારે દેશની આત્માને કચડી નાખવામાં આવી હતી. ભારતમાં લોકતંત્ર સદીઓથી આપણી આત્મા છે. કોઈની સત્તા ચાલી ન જાય તે માટે આ આત્માને કચડી નાખવામાં આવી હતી.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકોના હકની પણ વાત કરી. કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે 70 વર્ષની બીમારીને 5 વર્ષમાં સુધારવી શક્યતા નથી. તો આભાર પ્રસ્તાવ પર પીએમ મોદીએ કહ્યું કે આ પ્રસ્તાવ દેશની જનતાનો ધન્યવાદ છે. એક સશક્ત, સુરક્ષિત રાષ્ટ્રનું સપનું આપણા દેશવાસીઓએ જોયું છે. તેને પુરુ કરવા માટે વધારે ગતિથી સાથે આપણે બધાએ મળીને આગળ વધવાનું છે. વડાપ્રધાને કહ્યું કે, લોકોને ખબર છે કે 25 જૂને શું થયું હતું? 25 જૂનની એ રાત દેશ માટે ખરાબ સમય હતો. ભારતમાં લોકતંત્ર બંધારણના પાનાઓથી પેદા નથી થયું, ભારતનું લોકતંત્ર સદીઓથી અમારી આત્મામાં છે. આત્માને ચગદી દેવાઈ હતી. મીડિયાને દબોચી લેવાયું અને મહાપુરુષોને જેલ ભેગા કરી દેવાયા હતા. હિન્દુસ્તાનને જેલ બનાવી દેવાઈ હતી. આ ફક્ત એટલા માટે કરાયું કારણે કે સત્તા રહેવી જોઈએ. ન્યાયપાલિકાનું અપમાન કેવી રીતે થાય છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. તે સમયે જે લોકો આ પાપમાં ભાગીદાર હતા, તે લોકો જાણી લે તેનું કલંક ક્યારેય મટશે નહીં. આ વાત યાદ રાખવી જરૂરી છે કારણ કે દેશમાં ફરી આવું કોઈ પેદા ન થઈ શકે જે પાપના રસ્તે જાય, કોઈને ખરું ખોટું કહેવાથી કંઈ નથી થતું.

narendra modi Lok Sabha national news