PM મોદીએ કહ્યું આપણું સૌહાર્દ, એકતા, શાંતિ અને દેશના વિકાસનું છે મહત્વ

09 November, 2019 07:34 PM IST  |  Mumbai Desk

PM મોદીએ કહ્યું આપણું સૌહાર્દ, એકતા, શાંતિ અને દેશના વિકાસનું છે મહત્વ

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શનિવારે સાંજે પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યું.

-પીએમ મોદીએ કહ્યું, આપણે બધાંને સાથે લઈને, બધાંનો વિકાસ કરતાં, બધાંનો વિશ્વાસ જીતતાં, આગળ વધતાં જ જવું છે.

-પીએમ મોદીએ કહ્યું, હને સમાનને નાતે, દરેક ભારતીયએ પોતાના કર્તવ્ય, પોતાના દાયિત્વને પ્રાથમિકતા આપતાં કામ કરવું છે. આપણી વચ્ચે સૌહાર્દ, આપણી એકતા, આપણી શાંતિ, દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

-પીએમ મોદીએ કહ્યું, સર્વોચ્ચ ન્યાયાલયનો આ નિર્ણય આપણી માટે એક નવી સવાર લઈને આવ્યો છે. આ વિવાદની અસર ભલે ઘણી પેઢીઓ પર થઈ હોય, પણ આ નિર્ણય પછી આપણે સંકલ્પ લેવો પડશે કે હવે નવી પેઢી, નવેસરથી ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં જોડાશે.

-પીએમ મોદીએ કહ્યું, નવા ભારતમાં ડર, કડવાશ, નકારાત્મકતા માટે કોઈ જ જગ્યા નથી.

-પીએમ મોદીએ કહ્યું, 6 નવેમ્બરના બર્લિનની દિવાલ પડી હતી, આજે કરતારપર કૉરિડૉરની શરૂઆત પણ થઈ છે. અયોધ્યા પર નિર્ણય સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે રહીને આગળ વધવાની શીખ પણ આપે છે.

-પીએમ મોદીએ કહ્યું, આજે અયોધ્યા પર નિર્ણય સાથે જ, 9 નવેમ્બરની આ તારીખ આપણે સાથે રહીને આગળ વધવાની શીખ પણ આપે છે. આજના દિવસનો સંદેશ જોડવાનો છે- જોડાવાનો છે અને મળીને જીવવાનો છે.

-પીએમ મોદીએ કહ્યું, દેશના ન્યાયાધીશ, ન્યાયાલય અને આપણી ન્યાયિક પ્રણાલી અભિનંદનને લાયક છે. સુપ્રીમ કોર્ટે બધાંને સાંભળ્યા, ખૂબ જ ધીરજથી સાંભળ્યા અને આકા દેશ માટે ખુશીની વાચ છે કે મામલો બધાંની સહેમતિથી ઉકેલાયો. સુપ્રીમ કોર્ટે દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવી.

-પીએમ મોદીએ કહ્યું, દર્શકો સુધી ચાલતી ન્યાય પ્રક્રિયાની આજે પૂર્ણાહૂતિ થઈ છે. આખી દુનિયાને આજે ખબર પડી કે ભારતનું લોકતંત્ર કેટલું જીવંત અને મજબૂત છે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

-પીએમ મોદીએ કહ્યું, આજે સુપ્રીમ કોર્ટે એક એવા મહત્વપૂર્ણ મામલે નિર્ણય સંભળાવ્યો છે, જેના પછી સેંકડો વર્ષોનો ઇતિહાસ છે. આખા દેશની આ ઇચ્છા હતી કે આ મામલાની ન્યાયાલયમાં રોજ સુનવણી થાય, જે થઈ, અને આજે નિર્ણય આવી ચૂક્યો છે.

national news narendra modi ayodhya verdict ayodhya ram mandir