કસોટી કોસવા માટે નહીં પણ જાતને કસવા માટે હોય છે: પીએમ મોદી

29 January, 2019 01:47 PM IST  |  નવી દિલ્હી

કસોટી કોસવા માટે નહીં પણ જાતને કસવા માટે હોય છે: પીએમ મોદી

પરીક્ષાપે ચર્ચામાં મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના બાળકો, માતા-પિતાઓ અને શિક્ષકો સાથે પરીક્ષાપે ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચામાં મોદીને ઘણાબધા સવાલો પૂછવામાં આવ્યા, જેના વડાપ્રધાને જવાબો આપ્યા છે. જાણીએ મોદીએ ચર્ચામાં કરેલી વાતો.

કેટલાક રમકડાઓ તૂટવાથી બાળપણ નથી મરતું

પરીક્ષામાં નિષ્ફળતાનો સામનો કરનારાઓ માટે સંદેશ આપતા વડાપ્રધાને કહ્યું કે એક કવિતાની પંક્તિઓ મને યાદ છે કે કેટલાક રમકડાઓ તૂટવાથી બાળપણ નથી મરી જતું. આ પંક્તિઓમાં એક બહુ મોટો સંદેશ છે. એકાદી પરીક્ષામાં કંઇ આમ-તેમ થઈ જાય તો જિંદગી અટકી નથી જતી.

કસોટી થવી જરૂરી, કસોટી આપણને કસે છે

પીએમએ કહ્યું કે જિંદગીમાં કસોટી થવી બહુ જરૂરી છે. કસોટી આપણને કસે છે. આપણી અંદર સર્વોત્તમ કળાને પ્રગટ થવાનો મોકો મળે છે. જો આપણે આપણી જાતને કસોટીના ત્રાજવામાં મૂકીશું નહીં તો જિંદગી અટકી જશે અને અટકવું એ જીવન નથી. જિંદગીનો અર્થ જ હોય છે ગતિ. જિંદગીનો અર્થ જ હોય છે સપનાઓ. જિંદગીનો અર્થ જ હોય છે પૂરા મનથી કંઇક મેળવવા માટે સતત લાગેલા રહેવું.

આપણને અપેક્ષાઓના બોજમાં દબાવું ન જોઈએ

મોદી બોલ્યા કે લોકો કહે છે કે મોદીએ બહુ અપેક્ષાઓ જગાડી દીધી છે. હું ઇચ્છું છું કે સવા સો કરોડ દેશવાસીઓની સવા સો કરોડ અપેક્ષાઓ હોવી જોઈએ. આપણે એ અપેક્ષાઓને ઉજાગર કરવી જોઈએ ત્યારે જ દેશ ચાલશે. અપેક્ષાઓના બોજમાં દબાવું ન જોઈએ. અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે જાતને સિદ્ધ કરવી જોઈએ.

ટીચર્સને શિક્ષણને જીવન સાથે જોડવાનો શોખ હોવો જોઈએ

શિક્ષણ વ્યવસ્થા પર પીએમ મોદીએ કહ્યું કે શિક્ષણ વ્યવસ્થા એક દિવસમાં તૈયાર નથી થઈ. હજારો વર્ષોની મહેનત અને યાત્રા પછી અહીંયા સુધી પહોંચી છે. પરંતુ આપણે જાતને શિક્ષણને જિંદગીમાંથી કાપીને પરીક્ષા સાથે જોડી દીધું છે. પીએમએ કહ્યું કે શિક્ષણના દરેક પાસાને જિંદગી સાથે જોડવાની આદત હોવી જોઈએ.

આ પણ વાંચો: 'પરીક્ષા પે ચર્ચા'માં PMએ કહ્યું: પરીક્ષાની બહાર પણ બહુ મોટી દુનિયા હોય છે

ડિપ્રેશન પર સવાલ, જાણો પીએમનો જવાબ

ડિપ્રેશને લઈને પૂછવામાં આવેલા સવાલ પર મોદીએ કહ્યું કે ભારતની જે મૂળભૂત સમાજરચના છે, તેમાં આ તણાવને દૂર કરવાની સહજ વ્યવસ્થા છે. પરંતુ દુર્ભાગ્યથી સમાજ વ્યવસ્થામાં જે પરિવર્તન આવ્યા, જેવા પહેલા સંયુક્ત પરિવાર હતા તો બાળકો જે વાતો પપ્પાને નહોતા કહી શકતા તે દાદીને કહેતા હતા. જે દાદીને નહોતા કહી શકતા તે માતાને કહી શકતા હતા. આ રીતે બાળકોને જાતને અભિવ્યક્ત કરવાનો મોકો મળતો હતો. આજે આ વ્યવસ્થા તૂટી રહી છે. જેનાથી તણાવ વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે મા-બાપને બાળકોની રૂચિને અનુરૂપ ખુલીને વાત કરવી જોઈએ.

narendra modi