કંઇપણ એવું ન થાય જેનાથી દુશ્મનને આંગળી ઉઠાવવાનો મોકો મળે: મોદી

28 February, 2019 03:50 PM IST  | 

કંઇપણ એવું ન થાય જેનાથી દુશ્મનને આંગળી ઉઠાવવાનો મોકો મળે: મોદી

નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરમાં લગભગ 15,000 સ્થાનો પર ભાજપ કાર્યકર્તાઓ, વોલન્ટિયર્સ અને સમર્થકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે અમને અમારી સેના પર ભરોસો છે. એટલે એ જરૂરી છે કે કંઇપણ એવું ન થાય જેનાથી તેમના મનોબળ પર આંચ આવે કે દુશ્મનોને આપણા પર આંગળી ઉઠાવવાનો મોકો મળી જાય.

તેમણે કહ્યું કે આ સમયે દેશની ભાવનાઓ એક અલગ સ્તર પર છે. દેશનો વીર જવાન સરહદ પર અને સરહદ પાર પણ પોતાનું પરાક્રમ દર્શાવી રહ્યો છે. આખો દેશ એક છે અને આપણા જવાનો સાથે ઊભો છે. દુનિયા આપણી ઇચ્છાશક્તિને જોઈ રહી છે. મોદીએ કહ્યું કે દેશની સુરક્ષા અને સામર્થ્યનો સંકલ્પ લઇને અમારા જવાનો સરહદ પર અડગ ઊભા છે. તેમણે કહ્યું કે દેશના તમામ લોકો પરાક્રમી છે. એટલે આપણા બધાએ પણ દેશની ખુશહાલી અને સન્માન માટે દિવસ-રાત એક કરીને કામ કરવું પડશે.

પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરવામાં લાગ્યું છે ભારત- મોદી

પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ નવી નીતિ અને નવી રીતિ સાથે પોતાની ક્ષણતાઓનો વિસ્તારમાં કરવામાં લાગ્યો છે. ભારતનો યુવા આજે ઉત્સાહથી ભરેલો છે, દેશના ખેડૂતથી લઈને જવાન સુધી તમામને એ વિશ્વાસ મળ્યો છે કે અશક્ય હવે શક્ય છે. તેમણે કહ્યું કે ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે વર્તમાન સમયમાં દેશના કરોડો લોકોમાં જે આત્મવિશ્વાસ છે, તેને એક દોરામાં પરોવવાનો છે. જેને આપણે ભારતમાતાના ચરણોમાં અર્પિત કરી શકીએ.

પીએમ મોદીએ કહ્યું કે ભારતને અસ્થિક કરવા માટે આતંકી હુમલાઓની સાથે-સાથે દુશ્મનોનો એક ઇરાદો એ પણ હોય છે કે આપણી પ્રગતિ અટકી જાય. પરંતુ તેવું આપણે ક્યારેય નહીં થવા દઈએ. તેમણે કહ્યું કે દુશ્મનોના ઇરાદા સામે દરેક ભારતીયે દીવાલ બનીને ઊભા રહેવાનું છે. એવામાં કાર્યકર્તાઓનું એ કર્તવ્ય બને છે કે તે લોકો સમદાવે કે જ્યારે મજબૂત સરકાર હોય છે તો તેનાથી શું ફરક પડે છે અને તેનાથી દેશને શું ફાયદો થાય છે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન

બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી બે રાજકીય દળોની વિચારધારાઓ વચ્ચેની છે. તેમણે કહ્યું કે ભાજપમાં તમામ કામ લોકતાંત્રિક રીતે થાય છે. જ્યારે કોંગ્રેસમાં વંશવાદના આધારે કામ નક્કી થાય છે.

આ પણ વાંચો: પુલવામા હુમલા પછી એકલું પડ્યું પાક., જાપાન પાસેથી મળ્યો આવો જવાબ

પાર્ટી કાર્યકર્તાઓમાં ભર્યો જોશ

વડાપ્રધાન મોદીએ આગામી લોકસભા ચૂંટણીને લઇને પાર્ટી કાર્યકર્તાઓમાં જોશ ભર્યો. તેમણે કહ્યું કે 2014થી 2019 સુધીનો સમય જરૂરિયાતોને પૂરો કરવાનો હતો, જ્યારે 2019થી 2024નો સમય લોકોની આકાંક્ષાઓને પૂરો કરવાનો સમય છે. પીએમએ કહ્યું કે આજે જ્યારે અમે ન્યુ ઇન્ડિયા અને 21મી સદીની વાત કરી રહ્યા છે તો તેમાં ફર્સ્ટ ટાઇમ વોટરની ભૂમિકા મહત્વપૂર્ણ થઈ જાય છે. એવામાં બૂથ કાર્યકર્તાઓની જવાબદારી છે કે તેઓ પોતાના બૂથના ફર્સ્ટ ટાઇમ વોટરનો સંપર્ક કરે.

narendra modi bharatiya janata party