PM મોદીએ વૃંદાવનમાં બાળકોને અક્ષયપાત્રની 300 કરોડમી થાળી પીરસી

11 February, 2019 01:29 PM IST  |  વૃંદાવન, UP

PM મોદીએ વૃંદાવનમાં બાળકોને અક્ષયપાત્રની 300 કરોડમી થાળી પીરસી

વડાપ્રધાન મોદી પહોંચ્યા વૃંદાવન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનજીઓ અક્ષયપાત્ર ફાઉન્ડેસનના 300 કરોડ થાળી પીરસવાના કાર્યક્રમમાં હિસ્સો લેવા માટ સોમવારે ઉત્તરપ્રદેશના વૃંદાવન પહોંચ્યા. તેમણે અહીંયા ચંદ્રોદય મંદિરમાં પ્રભુપાદજીની પ્રતિમા પર માળા અર્પણ કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો. ત્યારબાદ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈકની સાથે અક્ષયપાત્રની 300 કરોડમી થાલીની પટ્ટિકાનું અનાવરણ કર્યું. તેમણે આશીર્વાદ સ્વરૂપે વૃંદાવનની સ્કૂલના બાળકોને પાત્ર આપ્યું અને પછી તેમાં ભોજન પીરસ્યું. તેમણે બાળકો સાથે સંવાદ પણ કર્યો. આ દરમિયાન બાહુબલી ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી અને શેફ સંજીવ કપૂર પણ હાજર રહ્યા.

વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક, ધર્માર્થ કાર્ય તેમજ સંસ્કૃતિ મંત્રી ચૌધરી લક્ષ્મીનારાયણ, ઊર્જા મંત્રી શ્રીકાંત શર્મા, સાંસદ હેમા માલિની, બેઝિક શિક્ષણમંત્રી અનુપમા જયસ્વાલ, અક્ષયપાત્રના ઉપાધ્યક્ષ ચંચલા પતિ દાસ હાજર છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીની ટ્વિટર પર એન્ટ્રી, સૌથી પહેલા આમને કર્યા ફૉલો

સીએમ યોગીએ કહ્યું, 'અક્ષયપાત્રની 300 કરોડમી થાળી પીરસવાનું કામ આજે પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. યુપીની પ્રાઇમરી અને માધ્યમિક સ્કૂલોમાં 1 કરોડ 77 લાખ બાળકો ભણી રહ્યા છે. ટુંક સમયમાં જ 10 નવા જિલ્લાઓમાં બાળકોને અક્ષયપાત્રનું જમવાનું મળશે. 6 જિલ્લાઓમાં કિચન બનાવવામાં આવશે.'

narendra modi yogi adityanath