દેશવાસીઓ ધુળેટીના પર્વ પર મશગુલ, મોદી, રાષ્ટ્રપતિ કોવિંદે આપી શુભેચ્છાઓ

21 March, 2019 10:17 AM IST  | 

દેશવાસીઓ ધુળેટીના પર્વ પર મશગુલ, મોદી, રાષ્ટ્રપતિ કોવિંદે આપી શુભેચ્છાઓ

PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદે આપી હોળીની શુભેચ્છાઓ

આજે દેશભરમાં લોકો રંગોનો તહેવાર ધુળેટીની ઉજવણી કરી રહ્યાં છે. પછી તે ગુજરાત હોય કે મથુરા હોય, વૃંદાવન, જયપુર હોય કે કેરળ દરેક શહેરોમાં તમામ લોકો ધુળેટીનો પર્વ ઉજવી રહ્યા છે. હોળીના ખાસ પર્વ પર દરેક લોકો પોત પોતાના વિસ્તારમાં ખાસ આયોજન કરી રહ્યા છે. સવારથી જ લોકો રંગોમાં તરબતોળ જોવા મળી રહ્યાં છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજ્ય અને દેશના લોકોને હોળીના પર્વ પર શુભેચ્છાઓ પાઠવી છે.

 

 

મુંબઇના લોકો ધુળેટી પર રસ્તાઓ પર ઉતરી પડ્યા

માયાનગરી મુંબઈના રસ્તાઓ ઉપર પણ સવારથી જ ભીડ જોવા મળી રહી છે. એક્ટર અને એક્ટ્રેસ પણ પોત પોતાની રીતે ધૂળેટીની ઉજવણી કરી રહ્યાં છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં રાજકીય પક્ષો તરફથી હોળી ધૂળેટીની ઉજવણી માટે ખાસ આયોજન કરાયા છે. હકીકતમાં હોળીના બહાને રાજનેતાઓ પોતાના કાર્યકર્તાઓને રૂબરૂ થતા હોય છે.



ઝારખંડના મુખ્યપ્રધાને ધુળેટી પર વિશેષ આયોજન કર્યું

ઝારખંડના મુખ્યપ્રધાન રઘુવર દાસ તરફથી વિશેષ હોળી મહોત્વસનું આયોજન કરવામાં આવ્યું. જ્યા લગભગ 20 હજાર લોકો મુખ્યમંત્રી રઘુવર દાસ સાથે હોળી મનાવી રહ્યાં છે.

 

 

પીએમ મોદી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ હોળી પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ શુભેચ્છા આપતા એક ટ્વિટ કરી અને કહ્યું કે હોળીના પાવન અવસર પર તમામ દેશવાસીઓને ખુબ શુભેચ્છાઓ. હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર આપણી એક્તા અને સદભાવનાના રંગને વધુ ગાઢ બનાવે.

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દેશવાસીઓને હોળીના પર્વ પર શુભેચ્છા પાઠવતા આ પર્વના અવસરે આજુ બાજુના પ્રદૂષણને પણ દહન કરવાની અપીલ કરી છે. નાયડુએ હોળીની પૂર્વ સંધ્યા પર મેસેજમાં કહ્યું કે આજે હોલિકા દહનના અવસરે મનની આશંકાઓ-શંકાઓનું દહન કરો. જીવનમાં આસ્તિકતાની સાત્વિક જ્વાળામાં નીખરેલા આત્મવિશ્વાસ અને પોતાના શુભ સંસ્કારો પર આસ્થા રાખો.

 

 

શું કહ્યું રાહુલ ગાંધીએ...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તમને અને તમારા પરિવારને હોળીના પાવન અવસર પર મારી અને સમસ્ત કોંગ્રેસજનો તરફથી હાર્દિક શુભકામના. હોળીનો આ તહેવાર તમારા જીવનને ખુશીઓના રંગથી તરબતોળ કરી નાખે તેવી મારી ઈશ્વરને કામના.

આ પણ વાંચો : રાજકીય દળોના નેતાઓ આજે રમશે રાજકારણના રંગોની હોળી

કેજરીવાલ અને રાજનાથ પુલવામા શહીદોના સન્માનમાં નહીં ઉજવે હોળી

પુલવામાં આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા તેમના સન્માનમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોળી નથી ઉજવી રહ્યાં.

narendra modi ram nath kovind national news rahul gandhi arvind kejriwal