PM મોદીએ અંદમાન-નિકોબારને આપી નવા વર્ષે યોજનાઓની ભેટ

30 December, 2018 05:55 PM IST  | 

PM મોદીએ અંદમાન-નિકોબારને આપી નવા વર્ષે યોજનાઓની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ગ મોદી અંદમાન-નિકોબારના મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ગ મોદી આજે અંદમાન-નિકોબારમાં 2004માં આવેલા સુનામીના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી . આ મોકા પર તેમણે સી-વૉલ સહીત ઘણી પરિયોજનાની શરૂઆત કરી. પીએમ મોદીએ સાત મેગાવોટના સૌર વિદ્યુત સંયંત્ર અને સૌર ગામનું પણ લોકાર્પણ કર્યુ છે.

સેલ્યુલર જેલમાં જઈને શહીદોને આપી શ્રદ્ધાંજલી

પીએમ તેમના આ પ્રવાસ દરમિયાન અંદમાનની સેલ્યુલર જેલ પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ જેલમાં 650 રાજકારણીયોને બંદી બનાવી રાખવામાં આવ્યા હતા. પીએમએ વીર સાવરકરને એમની કોઠીમાં જઈને વંદન અર્પણ કર્યા હતા.

વડાપ્રધાન અંદમાન-નિકોબારનાં પ્રવાસે છે જ્યા તેમણે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનુ લોકાર્પણ કર્યું હતું અને આ દરમિયાન તેમણે સામાન્ય જનતાને સંબોધી હતી. ચાલો જાણીએ તેમના સંબોધનની વિશેષ વાતો.

- અંદમાન-નિકોબાર પાસે અદભુત પ્રકૃતિનો ખજાનો તો છે જ સાથે આપણી સંસ્કૃતિ, પરંપરા, કલા, અને કૌશલ્ય પણ છે. અહી દર્શાવવામાં આવેલા નૃત્ય અને બાળકોની કળાનું પ્રદર્શન દેખાડે છે કે ભારતની સંસ્કૃતિક સંમ્પન્નતા હિંદ મહાસાગર જેટલી વિરાટ છે.

- વિવિધ યોજના અને ખાસ કરીને સી-વૉલ આ દેશના વિકાસ માટે અમારી વિચારનો વિસ્તાર છે તેના મૂળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી છે.

- સૌનો સાથ, સૌનો વિકાસ એટલે વિકાસથી દેશનો કોઈ પણ સામાન્ય નાગરિક રહી ન જાય અને કોઈ ખુણો બાકી ન રહે એવી ભાવનાનું આ ઉદાહરણ છે.

- સુરક્ષા સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસની પંચધારા વહે, બાળકોના શિક્ષણ, યુવાઓને રોજગાર, ઘરડાઓને દવા, ખેડૂતોને સિંચાઈ, જન-જનની સુનાવણી આ બધી સુવિધાઓ માટે કામ કરવામાં આવી રહ્યું છે.

- કાર-નિકોબારમાં યુવા પારંપરિક રોજગાર સાથે સાથે શિક્ષણ, ચિકિત્સા અને બીજા કામોમાં પણ આગળ વધી રહ્યાં છે. રમત ક્ષેત્ર કૌશલ્ય અહીંયાના યુવકોમાં સમાયેલુ છે.

- કેન્દ્ર સરકાર અંદમાન અને નિકોબારમાં રહેનારા લોકો માટે સામાન્ય જીવન સાથે જોડાયેલી પ્રાથમિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.

- કેન્દ્ર સરકાર માછીમારોને સશક્ત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. મત્સ્ય ઉદ્યોગમાટે 7,000 કરોડના વિશેષ ફંડનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે.

narendra modi