PM મોદીએ ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં પેટ્રોટેકનું કર્યું ઉદ્ઘાટન

11 February, 2019 11:57 AM IST  |  ગ્રેટર નોઈડા

PM મોદીએ ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં પેટ્રોટેકનું કર્યું ઉદ્ઘાટન

ફાઇલ ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવાર પછી ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં 3 દિવસીય પેટ્રોટેક પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે પેટ્રોટેક પ્રદર્શનીમાં સામેલ થનારી કંપનીઓ તેમજ દેશોના પ્રતિનિધિઓને સંબોધિત કર્યા.

મોદીના સંબોધનની મુખ્ય વાતો

મોદીએ કહ્યું કે, ઊર્જા વિકાસની મુખ્ય કારક છે અને સામાજિક આર્થિક વિકાસ તેના પર નિર્ભર કરે છે. સૌરઊર્જા અને અક્ષય ઊર્જામાં બહુ વધારે પ્રતિસ્પર્ધાનો માહોલ છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે તમામ દેશ એકસાથે થઈ રહ્યા છે. ભારતમાં કરોડો લોકો પાસે આજે પણ વીજળી નથી અને ભોજન બનાવવા માટે ગેસ પણ નથી. ભારતમાં તમામ સુધી ઊર્જા પહોંચાડવા માટે ખૂબ અસરકારક રીતે પ્રયાસ કર્યો છે. તમામને સ્વચ્છ અને રિઝનેબલ ઇંધણ મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે. ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર છે. વિશ્વમાં ત્રીજા નંબરે સૌથી મોટો ઊર્જાનો ઉપયોગ કરનારો દેશ છે. છેલ્લા 4 વર્ષોમાં વીજળીને દરેક ગામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લક્ષ્ય હેઠળ આપણે તમામ ઘરોમાં વીજળી પહોંચાડી છે, તેનાથી ભારતનો રેંક સુધર્યો છે. એલઈડીથી ઊર્જાની બચત થઈ છે અને ખર્ચ ઓછો થયો છે. છેલ્લા 3 વર્ષોમાં 64 લાખ એલપીજી કનેક્શન્સ આપવામાં આવ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે 5 વર્ષ પહેલા 55 ટકા લોકો પાસે એલપીજી હતું, હવે 90 ટકા લોક પાસે એલપીજી કનેક્શન છે. વર્તમાન સરકારના પ્રયાસોથી દેશની પરિસ્થિતિમાં સુધાર છે. છેલ્લા 5 વર્ષોમાં ઓઇલ એન્ડ ગેસના મામલે ઘણો સુધાર થયો છે. ગેસની કિંમતોના નિર્ધારણમાં પણ સુધાર કરવામાં આવ્યો છે. દેશમાં 6000 કિલોમીટર લાંબી ગેસલાઈન બની ચૂકી છે. 11,000 કિલોમીટર વધુ ગેસલાઈન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. નેશનલ ગેસ ગ્રિડ્સ સાથે 400 જિલ્લાઓ જોડાઇ જશે અને પાઇપલાઇન દ્વારા 75 ટકા લોકો સુધી ગેસનો સપ્લાય જોડાઇ જશે. ઉત્પાદક દેશ અને ગ્રાહક દેશોએ તેલ અને ગેસની કિંમતોમાં પારદર્શિતા બનાવવી પડશે અને કિંમતોમાં સંતુલન પણ લાવવું પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમવારે સવારે હેલિકોપ્ટરથી એક્સપો માર્ટ પહોંચવાનું હતું, પરંતુ ધુમ્મસના કારણે તેઓ રોડમાર્ગે દિલ્હીથી ગ્રેટર નોઇડા એક્સપ્રેસ-વે થઈને પહોંચ્યા. આ દરમિયાન ઘણી જગ્યાઓ પર રૂટ ડાયવર્ઝન કરી દેવામાં આવ્યું હતું. પીએમના સત્કાર માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્યાં હાજર રહ્યા. પેટ્રોટેકના 13મા એડિશનમાં ભાગીદાર દેશોના 95થી વધુ ઊર્જામંત્રીઓ સામેલ રહ્યા છે. આ ઉપરાંત, સાત હજારથી વધુ પ્રતિનિધિઓ આ પ્રદર્શનીમાં સામેલ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: મોદીની સરકાર નૈતિક નાદારીનું પાઠ્યપુસ્તકમાં ભણાવવા જેવું છેઃ રાહુલ ગાંધી

આ વખતે મેક ઇન ઇન્ડિયા અને અક્ષય ઊર્જાના થીમ પર વિશેષ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યા છે. અહીંયા આશરે 13 દેશોએ પોતાના પંડાલ બનાવ્યા છે. તેમાં આશરે 750 પ્રદર્શક સામેલ થશે. પ્રદર્શની દરમિયાન થનારા સેમિનારમાં વિવિધ દેશોના આશરે 86 સ્પીકર સામેલ થશે.

narendra modi