ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા દરેકનો સંબંધ કોંગ્રેસ સાથે જ કેમ: PMનો સવાલ

10 February, 2019 06:02 PM IST  |  તિરુપુર

ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા દરેકનો સંબંધ કોંગ્રેસ સાથે જ કેમ: PMનો સવાલ

તામિલનાડુમાં પીએમ મોદી

આંધ્રપ્રદેશ બાદ પીએમ મોદી તામિલનાડુની મુલાકાતે છે. પીએમ મોદીએ તામિલનાડુના તિરુપુરમાં સભાને સંબોધન કર્યું. આ સભા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ચિદમ્બરમને લઈને પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી. પોતાના સંબોધમાં વડાપ્રધાન મોદીએ કહ્યું,'યુપીએ સરકારમાં એક બુદ્ધિમાન મંત્રી તામિલનાડુના હતા. તેઓ રિકાઉન્ટિંગ મિનિસ્ટર હતા. તેમનું માનવું હતું કે તેઓ જ સૌથી વધુ સમજદાર છે. તેમણે એકવાર કહ્યું હતું કે મિડલ ક્લાસ જ મોંઘા આઈસક્રીમ ખાય છે, અને મિનરલ વૉટર પીવે છે. તો મિડલ ક્લાસ કેમ પરેશાન છે. હું તેમને કહીશ કે મિડલ ક્લાસે જ તમને રિજેક્ટ કરી દીધા છે, અને તેઓ આમ કરતા રહે છે.'

કોંગ્રેસ પર પ્રહાર

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જે લોકોએ વિચાર્યું હતું કે તેઓ ફક્ત શાસન કરવા માટે જન્મ્યા છે, તેઓ પરેશાન છે કારણ કે એક સરકાર કામ કરી રહી છે. તેમની નાખુશી હવે દુર્વ્યવહારમાં બદલાઈ ગઈ છે.

સાથે જ વડાપ્રધાન મોદીએ પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે એક રાષ્ટ્ર સ્વસ્થ હોય, ત્યારે તે ઝડપથી વિકાસ કરે છે, આયુષ્માન ભારત યોજનાનો લાભ 11 લાખ લોકો લઈ ચૂક્યા છે. 18 હજાર ગામમાં વીજળી પહોંચી છે. 2022 સુધી દેશના દરેક નાગરિકોને ઘર આપવાનું લક્ષ્ય છે. 1.3 કરોડ ઘર તૈયાર થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ ચંદ્રાબાબુ દળ બદલવામાં સિનિયર, સસરાની પીઠમાં છરો ભોંક્યો: આંધ્રમાં મોદી

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતના વિકાસ પર દુનિયાની નજર છે, આ કરોડો ઈમાનદાર ટેક્સપેયર્સના સહયોગને કારણે શક્ય બન્યું છે.

narendra modi Loksabha 2019 Election 2019 p chidambaram