મોદીએ ઝારખંડને આપી 800 Crની યોજનાની ભેટ, 3 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન

17 February, 2019 04:59 PM IST  |  હજારીબાગ

મોદીએ ઝારખંડને આપી 800 Crની યોજનાની ભેટ, 3 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન

ઝારખંડમાં મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહાર અને ઝારખંડની મુલાકાતે છે. બિહારના બરૌનીમાં પટના મેટ્રોનો શિલાન્યાસ કર્યો અને બિહારની જનતાને 33 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓની ભેટ આપી. ત્યારબાદ મોદી ઝારખંડના હજારીબાગ પહોંચ્યા છે. અહીંયા તેમણે 3 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ 800 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. હજારીબાગમાં મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભદાયીઓને તેમના ઘરની ચાવી પોતાના હાથે આપી.

આ પણ વાંચો: પુલવામા હુમલા પર બિહારમાં બોલ્યા PM: તમારી જેમ મારા દિલમાં પણ લાગી આગ

હજારીબાગમાં જનતાને સંબોધતા મોદીએ કહ્યું, "ઝારખંડની ધરતીએ સેનાનીઓ આપ્યા, ક્રાંતિવીરો આપ્યા. હું વીર શહીદ વિજય સોરેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દરેક પગલે અને દરેક સ્તરે એક અભિભાવક તરીકે આપણે તેમના પરિવારની સારસંભાળ લેવાની છે. આજે હું અહીંયા ઝારખંડના વિકાસ માટે વીતેલા સાડા ચાર વર્ષોમાં જે કામ કરવામાં આવી રહ્યું છે તેને ગતિ આપવા આવ્યો છું. મેડિકલ કોલેજ, હોસ્પિટલ, એન્જિનિયરિંગ કોલેજ, પાઇપલાઇન, નમામિ ગંગે પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણથી અહીંયા મૂળભૂત સુવિધાઓને તાકાત મળવાની છે."

narendra modi jharkhand